દલપત ચૌહાણ ~ પ્રિયે * Dalpat Chauhan

પ્રિયે, આ યાદ.

ગામ તળાવ સર સર ગાય છે.

માગશર ધ્રૂજે છે તારી ગોદમાં, અધૂરે કપડે.

અને.. હું લમણે હાથ દઈ

કોને કોને દોષ દઉં?

પ્રિયે, ટાઢ વાય છે?

નજીક આવને.

પણ ઓઢીશું શું? આભ કે અવની?

તારા અંગમાં તો થીજતો માગશર

ક્યારનોય તરફડ્યા કરે છે.

આ સુની લગતી માગશરી  ચાંદનીમાં

ડાકલી વગાડતી તારી હડપચી

અને મચ્છરોના ગાનમાં

પ્રિયે, કેટલા યુગને આપણે પૂરા કરવાના છે?

દલપત ચૌહાણ

પ્રેમના કાવ્યો અઢળક છે પણ પ્રિયને સંબોધીને રચાયેલું આ કાવ્ય માગશરની કડકડતી ટાઢની જેમ ધ્રુજાવી દે છે. એમણે સહેલા યુગો ક્યાંક પૂરા થયા એમ લાગે છે તો ક્યાંક નવે નાકે નાસૂર બનીને ફરી ઉગ્યા છે ! જ્યાં આ થાય છે ત્યાં શિક્ષણ ને સંસ્કૃતિ સહેમી જાય છે. જુઓ પ્રિયને સંબોધીને લખાયેલું આ લઘુકાવ્ય ! 

પ્રિયે…. સાવ ન ગણી શકાય… તેવા તો…. આભના તારલા…. અને બીજું…. તારાં મારાં અપમાન !  – દલપત ચૌહાણ

14.4.21

****

ડો. પુરુષોત્તમ મેવાડા

14-04-2021

ખૂબજ સરસ વિરહ અછાંદસ કાવ્ય, સમય સાથે સરસ અનુસંધાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: