શિલ્પી બુરેઠા ~ કબીરા

ઝીણી નજરે દેખ કબીરા,
ઈશ્વર અલ્લાહ એક કબીરા.

બાહર ઝીણી ઝાલર વાગે,
ભીતર ઠેકમઠેક કબીરા.
અંતર મનથી આરાધી લે, 
પહોંચી જાશે છેક કબીરા. 
ઈચ્છાઓના ઢગલા વચ્ચે, 
ટૂંકી જીવનરેખ કબીરા.
કાંઈ તને નડતું ના હો તો, 
પહેરી લેને ભેખ કબીરા. – શિલ્પી’ બુરેઠા

કલમ અને પીંછીના કસબી કવિ શિલ્પી બુરેઠાની આ ટૂંકી બહેરની ગઝલમાં ખૂબ ઓછા શબ્દોમાં અને અસરકારક રીતે શીખ છે, કટાક્ષ છે અને માનવ સ્વભાવનું દર્શન છે. સાંભળતાવેંત એની ચોટ આરપાર ઉતરી જાય છે. જે ભાવથી લખાઈ છે, અદ્દલ એ જ ભાવને ભજનસ્વરૂપે ગાયકો જ્હોની શાહ અને અર્ચના શાહે સ્વરોમાં ઢાળ્યો છે.

કવિ ‘શિલ્પી’ની બીજી ઓળખાણ છે કે તેઓ ગુજરાતી સાહિત્યકારોના ખૂબ સુંદર સ્કેચ બનાવે છે અને દરેક સાહિત્યકારના જન્મદિવસે પોતે બનાવેલ સ્કેચ અને સરસ મજાનો પરિચય આલેખે છે.

સાંભળો એકતાન કરતી આ ગઝલ જ્હોની શાહ અને અર્ચના શાહના મધુર સ્વરોમાં. 

13.4.21

કાવ્ય : શિલ્પી બુરેઠા – કબીરા * સ્વરાંકન અને સ્વર જ્હોની શાહ અને અર્ચના શાહ 

*****

શિલ્પી બુરેઠા * 19-04-2021 * મારી આ રચનને કાવ્ય વિશ્વમાં સ્થાન આપીને ઘણા ભાવકો સુધી પહોચાડવા માટે લતા બહેન અપનો ખુબ ખુબ આભાર . આપની કાવ્ય પ્રીતિને સલામ .દિવસ ઉગે અને કાવ્ય વિશ્વની એક લટાર મારવી જ રહી . ખુબ જ સુંદર કાર્ય છે. કવિતાને માણવાનું આ કાયમી સરનામું .

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ * 14-04-2021 * કવિ ચિત્રકાર ‘શિલ્પી’ ની કબીરા રદિફ વાળી ગઝલ ખૂબ ગમી. આમતો આ રદિફ સાથે ઘણાયે ગઝલ કહી છે, પણ લટકણીયું ના બને એની દરકાર અહીં જોવા મળી.

Riddhi Kanaiyalal Khakhar * 14-04-2021 * Wah kevu saras

છબીલભાઈ ત્રિવેદી * 13-04-2021 * ઈચ્છા આેના ઢેર કબીરા, ટુંકી જીવન રેખ કબીરા વાહ ભાઇ વાહ ખુબ સરસ રચના બધા શેર અેક અેક થી ચડીયાતા ખુબ ખુબ આભાર લતાબેન

Shailesh pandya * 13-04-2021 * બહુ સરસ… માનવીના સ્કેચ સાથે લાગણીઓનાં પણ આબેહુબ સ્કેચ….

વિવેક મનહર ટેલર * 13-04-2021 * મજાની રચના. એવો જ સરસ ટૂંકો પણ મધુર આસ્વાદ મજા આવી

Rasila Kadia * 13-04-2021 * અતિ જણાતા સિવાયના કવિ- સર્જકોનો સંક્ષિપ્ત પરિચય જરૂરી જણાય છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: