મનોજ ખંડેરિયા ~ પ્હોંચ્યા * Manoj Khanderiya

સતત ડહોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા
બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છા
નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા

અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,
કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ સ્થળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી-
પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ,
ખબર શું કોઈને કે કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા

– મનોજ ખંડેરિયા

કવિ મનોજ ખંડેરિયાના અવાજમાં સાંભળો આ ગઝલ

6.7.21

***

લલિત ત્રિવેદી

11-07-2021

સ્વ આઝમ કરીમી સાહેબને યાદ કરીને અને તેમના હસ્તાક્ષરો માં ગઝલ પણ મૂકીને આપે વંદનીય કામ કર્યું છે…. લતાબેન . . ખૂબ ખૂબ આનંદ

છબીલભાઈ ત્રિવેદી

06-07-2021

આજનુ મનોજભાઈ નુ કાવ્ય ખુબજ સુન્દર, મનોજખંઢેરીયા ના કાવ્યો ખુબ સરસ હોય છે કાવ્ય ના બધાજ શેર માણવા લાયક ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

06-07-2021

કવિશ્રી મનોજ ખંડેરિયા ને તેઓની જન્મ જયંતિએ વંદન

Sarla Sutaria

06-07-2021

જેવી સુંદર રચના એથી પણ વધુ સુંદર પઠન ?
વાહ કવિરાજ વાહ ??

ભારતી પ્રજાપતિ

06-07-2021

ખુબ ખુબ અભિનંદન , લતાબહેન. સાહિત્ય ક્ષેત્રે આપનો આ ઉપક્રમ સરાહનીય છે. આધુનિક ટેકનોલોજી અને સાહિત્યને જોડી આપે ખૂબ સરસ કાર્ય કર્યું છે .કેટકેટલા કાવ્યના પુસ્તકો અને કવિઓના જીવન,કવન ને એક મોબાઈલમાં સમેટી આપ્યું છે! કાવ્ય વિશ્વના વિવિધ પાસાઓને અને ગતિવિધિઓનું આપે ખૂબ સુંદર રીતે રસદર્શન કરાવ્યું છે .અઢળક શુભેચ્છાઓ!!

રેખાબેન ભટ્ટ

06-07-2021

મનોજ ખંડેરીયાને જન્મદિવસની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ?સતત મનમાં રમતી રહે છે મનોજ ખંડેરીયાની કાવ્ય પંક્તિઓ.. સરસ ગઝલ પઠન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

06-07-2021

કવિ શ્રી મનોજ ખંડેરિયા ની ગઝલ, અને એમનું પઠન ખૂબ ગમ્યું.

સિકંદર મુલતાની

06-07-2021

વાહ.. સરસ ગઝલ..
સરસ ગઝલ-પાઠ..
# એક નમ્ર સૂચન..
જે તે રચના ઉપર એના સર્જકની તસ્વીર આવતી હોવાથી રચના પૂરી વાંચી શકાતી નથી.. તસ્વીર રચનાની બાજુમાં મૂકશોજી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: