રીનલ પટેલ ~ આવે

આંખ ખુલતાવેંત સામે એ જ આવે,
એવી ક્ષણ જીવન મહીં ભાગ્યે જ આવે.

એમ આવે સટસટાસટ યાદ એની,
જેમ સિગ્નલ આવતાં મેસેજ આવે.

બેઉને, બન્નેની, એ પણ એક સરખી,
હોય લત, સાચી મજા ત્યારે જ આવે.

એટલા હકથી પધારે આપદા કે-
જાણે મામાના ઘરે ભાણેજ આવે.

આમ લાવી ના શકો એને પરાણે,
આ ગઝલ છે, એ તો સ્વેચ્છાએ જ આવે.

– રીનલ પટેલ

બંધ આંખે ગમતી વ્યક્તિનો ચહેરો તર્યા જ કરતો હોય પણ ક્યારેક આંખ ખુલે અને એ સાક્ષાત સામે હોય એવી સોનેરી પળ કોઇને મળે ? આ ક્ષણને વિરલ કહી શકાય. પ્રેમનું આ સનાતન સત્ય લઈને આવતા મત્લાના શેર પછી બીજો જ શેર યાદના આગમનને વર્તમાન આબોહવામાં – મોબાઇલના સિગ્નલના કલ્પનમાં લઈ જાય ! તો ત્રીજો શેર ખૂબ સરસ… બેઉને પ્રેમની સરખી લત હોય તો જ મજા આવે ! વાત પ્રેમની તીવ્રતાની પણ એ કેવા પ્રતીકથી વ્યક્ત થઈ છે. એટલી જ કમાલ ચોથા અને પાંચમાં શેરમાં ! સઘળા કલ્પનો નવી પેઢીનો મિજાજ દર્શાવે છે. અલબત્ત શક્ય છે કે હવે પછીની પેઢી માટે મામાનું ઘર એટલી સરળતાથી ઉપલબ્ધ ન પણ હોય ! ‘મામીને ફાવશે ને ?’ એવું પૂછવું યે પડે !

7.7.21

લલિત ત્રિવેદી

11-07-2021

અદભુત

દિનેશ ડોંગરે નાદાન

10-07-2021

દિન પ્રતિદિન તારી ગઝલ નીખરતી જાય છે એનો રાજીપો. અભિનંદન બેના

વિવેક ટેલર

08-07-2021

બહુ જ મજાની ગઝલ… બધા જ શેર દમદાર થયા છે….

Sarla Sutaria

08-07-2021

સુંદર ગઝલ બેના ??

આભાર પ્રવીણભાઈ

07-07-2021

સરસ મજાનાં શબ્દો માટે આભાર પ્રવીણભાઈ.

પ્રવીણ ગરવા ‘સજનવા’

07-07-2021

લાંબા સમયથી સવાર પડે ને અવિરત કોયલના પ્રથમ ટહુકાની જેમ આપ દ્વારા કવિતાઑનો રસલહાણી થતી હોય છે …સુદર ને મજાની કવિતાઓ વાંચવા મળે છે આપની જહેમત લેખે લાગી છે આભારી છું
પ્રવીણ ગરવા સજનવા

આભાર સૌનો

07-07-2021

આનંદ રીનલ.

આભાર શ્રી છબીલભાઈ, ડો. મેવાડાજી, સુરેશચંદ્ર રાવલ, શ્રી અશોક જાની, શ્રી કિશોર બારોટ અને Mr. Marsh Dave.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઇ ત્રિવેદી

07-07-2021

કવિયત્રી રિનલ પટેલ નુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર સરસ આપે આપેલો કાવ્ય સાર પણ અેટલોજ સરસ હવે મામા નુ ઘર એ સ્વપ્ન બની ગયુ છે મામી ને ફાવશે ને? આ ઘરઘર ની વાતછે સમય બળવાન છે નહિતર અેક આખા મહિના નુ નામ મામા મહિનો હતુ,, ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Rinal Patel

07-07-2021

મારા શબ્દોને પોંખવા માટે , સુંદર આસ્વાદ માટે લતા હિરાણી દી તથા કાવ્ય વિશ્વનો ખૂબ ખૂબ આભાર…

કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપી શુભેચ્છા પાઠવનાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

07-07-2021

કવિયત્રિ રીનલ વડોદરાની હોનહોર શાયરા છે, એમની આ ગઝલની જેમજ એમની બધીજ ગઝલો સીધી હ્રદયથી ઉતરેલી નવોન્મેસ અને કલ્પના સાથે રચાયેલી હોય છે, આપની આસ્વાદકીય નોંધ પણ એવીજ વાત કરે છે.

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

07-07-2021

ભરત વ્યાસ હિંદી ફિલ્મ જગતનાં એક ઉમદા કવિ…જેમણે સુંદર ગીતો આપ્યાં ..કદી ના ભૂલાય તેવાં… આવાં ગીતકારો હવે ક્યાં…
જો આંખે બારહ હાથનું કોરસમા ગવાયેલું ગીત પણ અદ્ભુત છે…
લતાબેન આપે સુંદર વિશ્લેષણ કર્યું…. અભિનંદન….

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

07-07-2021

રીનલબેનની સરળ બાનીમાં સુંદર ગઝલ સિગ્નલ આવે અને મેસેજ આવે તેમ જ ગઝલનું સ્વેચ્છાએ આવવું તે શેર પણ ખૂબ ગમ્યો
તેમાં પણ લતાબેન આપનો આસ્વાદ સોનામાં સુહાગા …
કાવ્ય વિશ્વને ૨૫૦ એપિસોડ કરવાં બદલ આપને તેમ જ આપનાં ભગીરથ કાર્યને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ…

અશોક જાની ‘આનંદ’

07-07-2021

નવાં કલ્પનો અને પ્રતીક્થી ભરેલી સુંદર ગઝલ….!!

kishor Barot

07-07-2021

દરેક શૅર એક આગવી ખુશ્બૂસભર.
અભિનંદન, રીનલ બહેન..

Marsh Dave

07-07-2021

? Fresh as a morning cup of tea, smooth in flow and no contrived expression. Easy to read and easier to understand. It communicates without effort 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: