મુકેશ જોશી ~ તે આ મુજબ

આપને જોયા પછી જે કંઇ થયું તે આ મુજબ

આંખ લૂછી તે છતાં જે રહી ગયું તે આ મુજબ.

બે’ક પંખી, બે’ક વાદળ, સૂર્યને બદલે દીવો

આટલું આકાશ કોઇ દઇ ગયું તે આ મુજબ.

’આપ મારી જિંદગી છો’ સો વખત ગોખ્યું હતું

સો કરી વાતો છતાં જે રહી ગયું તે આ મુજબ.

એક શીશીમાં સુગન્ધીદાર ડૂસકાંઓ રડે

મોગરાનું ફૂલ અત્તર થઇ ગયું તે આ મુજબ.

સૂર્ય વેચી મેં ખરીદી રાત પૂનમની અને

કોઇ મારો ચાંદ માગી લઇ ગયું તે આ મુજબ.  

– મુકેશ જોશી (મુંબઈ)

સૌ પ્રથમ તો આવા રેર રદ્દીફ માટે કવિને સલામ કરવી પડે. ‘તે આ મુજબ’ જેવો તદ્દન ફોર્મલ, સામાન્ય અને મોટેભાગે હિસાબકિતાબમાં વપરાતો શબ્દસમૂહ ગઝલના રદ્દીફ તરીકે ચાલે એવો વિચાર કોઈને આવે ? પણ આ કવિને આવ્યો, એટલું જ નહીં એકોએક શેરમાં સંપૂર્ણ કાવ્યાત્મકતાથી જબરદસ્ત રીતે નિભાવાયો !! વાહ કવિ !! કવિ પ્રેમના હિસાબની રજૂઆત કરે છે એટલે એમાં આંખ લૂછયા પછી જે રહી જાય, થોડુંક આકાશ કોઈક દઈ જાય, સો વાત કર્યા પછી કંઈક રહી જાય, સૂર્ય વેચાય ને બદલામાં પૂનમ ખરીદાય કે કોઈ ચાંદ ઉધાર લઈ જાય એ ખાતાવહીમાં મૂકવું જ પડે ! વાહ વાહ કવિ…

કવિને રજૂ કરવાનો મારો આનંદ ‘તે આ મુજબ !’

8.7.21

***

દિનેશ ડોંગરે નાદાન

10-07-2021

સુંદર અને બોલકા રદીફને ખૂબ સરસ નિભાવ્યો છે મુકેશ ખૂબ ખૂબ અભિનંદન મિત્ર

છબીલભાઈ ત્રિવેદી

10-07-2021

આજનુ મુકેશ જોશી નુ કાવ્ય ખુબજ સરસ, કવિ ને જે સુજે તે બીજા કોઈ ને ન સુજે ખુબ સરસ રચના અેટલે બધા કવિ નો કહેવાનો અંદાજ પોતિકો હોય છે અને અેની તો મજા છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ડો. પુરષોત્તમ મેવાડા, સાજ

08-07-2021

વાહ, મૂકેશભાઈની.ગઝલ, કંઈક જૂદાજ રદીફમાં ગઝલ કહેવી અને દરેક શેરમાં નિભાવી શક્યા એ જ ગઝલને સુંદર બનાવે છે.

વિવેક ટેલર

08-07-2021

ક્ષમા ચાહું છું… ગઝલ સરસ પણ રદીફવાળી વાત સાથે સહમત થઈ શકાતું નથી… અલગ અને અનૂઠી રદીફ વાપરવાની કોશિશમાં મુકેશ જોશી જેવા સિદ્ધહસ્ત કવિ પણ મારા મતે સફળ થયા નથી… બે’ક શેરને બાદ કરતાં રદીફ શેરના ભાવવિશ્વને ખાસ મદદરૂપ થતી જણાતી નથી.

Sarla Sutaria

08-07-2021

“તે આ મુજબ”
સુંદર શબ્દોથી શોભતી અર્થ ગંભીર ગઝલ. વાહ કવિ વાહ. ??

કિશોર બારોટ

08-07-2021

મારા અતિ પ્રિય કવિની અતિ સુંદર ગઝલથી આજનું મોર્નિંગ ખરા અર્થમાં ગુડ થઈ ગયું.
કવિને વંદન ?
લતાબેન, આભાર

મુકેશ જોશી

06-09-2022

તમારો સ્નેહ સર આંખો પર

રિયાઝ લાંગડા (મહુવા).

06-09-2022

Meena Jagdish

05-09-2022

બહુ સરસ ગઝલ…
પૂનમની રાતે માગીને લઈ ગયેલા ચાંદની વાતમાં કવિની કર્ણ જેવી વિવશતાનો કાવ્યાત્મક હિસાબ `તે આ મુજબ ʼ !…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: