જિજ્ઞા ત્રિવેદી ~ નથી માંગવી Jigna Trivedi

નથી માંગવી 

નથી માંગવી શ્વાસની આજ ભિક્ષા,
કરીશું અમે જિંદગીની પ્રતીક્ષા.

સમય સાથ આપે ન આપે ભલે ને,
દુઆ સાથ અમને મળી આજ દીક્ષા.

સમયના બહાને વફાની અમારી,
ભલે દોસ્તો પણ કરી લે પરીક્ષા !

બધાં દોષ દુર્ગુણ નજરમાં સમાવી,
અમે જાતની પણ કરી છે સમીક્ષા !

ગઝલના નશામાં કહી આ ગઝલ તો,
અમોને કરી આકરી કેમ શિક્ષા ?

જિજ્ઞા ત્રિવેદી

ખુદવફાઈની અને ખુદ્દારીની ગઝલ.

શેરની રીતે સરસ પણ અંતિમ શેરમાં ભાવ સામે છેડે પહોંચાડી દીધો છે !!

OP 23.2.22

આભાર

01-03-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

23-02-2022

સરસ ગઝલ. ખુદ્દારી સાથે જે થાય છે એનો દુ:ખદ સ્વિકાર પણ કરીને અસર ઘટાડી દીધી.

છબીલભાઈ ત્રિવેદી

23-02-2022

આજનુ જિજ્ઞા ત્રિવેદી નુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર ખુબ ગમ્યા આવી અવનવી કવિતા ઓ કાવ્યવિશ્ર્વ ની શોભા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: