રાજેશ બ્રહ્મભટ્ટ ~ સાવ એવું પણ નથી * કાવ્યસંગ્રહ

એકધારું તું કદી પણ લાખ નહીં
ને જરૂર કરતાં વધારે શ્વસ નહીં. **

સ્વપ્ન, ઇચ્છા કે નથી હું આયનો
તે છતાંયે તૂટવાનું ક્યાં સુધી ? **

ક્યાં સુધી પીછો કરશે ભાગ્યનો
એ ય ચકમો દઈને ભાગી શકે ! **

શેર સારો એક સૂઝે તે પછી
રાત આખી ક્યાં કદી ઊંઘાય છે ? **

રામના હાથે મરણ પામી શકું
‘રાજ’ને રાવણ થવું મંજૂર છે. **

રાજેશ બ્રહ્મભટ્ટ

‘કાવ્યવિશ્વ’ તરફથી ગઝલસંગ્રહ ‘સાવ એવું પણ નથી’ના કવિ રાજેશ બ્રહ્મભટ્ટને અભિનંદન.

OP 24.2.22

***

રાજેશ બ્રહ્મભટ્ટ

25-02-2022

કાવ્ય વિશ્વમાં સ્થાન આપવા બદલ હદયથી આભાર. વાચકોનો પણ આભાર.

છબીલભાઈ ત્રિવેદી

24-02-2022

રામ ના હાથે મરણ પામી શકુ, રાજને રાવણ થવુ મંજુર છે,,,,,, વાહ ખુબ સરસ શેર ખુબ ઉત્તમ માણવા લાયક શેર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *