લોકગીત ~ ચાંદો ઊગ્યો ચોકમાં

ચાંદો ઊગ્યો ચોકમાં ~ લોકગીત

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં
હે લહેરીડા, હરણુ આથમી રે હાલાર શે‘રમાં અરજણિયા.

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડી
હે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં…

ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરે
હે લહેરીડા, વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં…

ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
ભેંસું તારી ભાલમાં ઘાયલ, ભેંસું તારી ભાલમાં
હે લહેરીડા, પાડરું પાંચાલમાં ઝોલાં ખાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં…

પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા
પાવો તું વગાડમા ઘાયલ, પાવો તું વગાડમા
હે લહેરીડા, પાવો સાંભળીને પ્રાણ વિંધાય રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં…

તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
તારે ને મારે ઠીક છે ઘાયલ, તારે ને મારે ઠીક છે
હે લહેરીડા, ઠીકને ઠેકાણે વેલેરો આવ રે અરજણિયા
ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં….

OP 4.7.22

***

આભાર

07-07-2022

આભાર છબીલભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

છબીલભાઈ ત્રિવેદી

04-07-2022

આપણો અમૂલ્ય વારસો આપણા લોકગીતો અને વંદન તેમના સંપાદનકારો ને જેમણે અગાધ મહેનતે આ વારસા ને સંપાદિત કર્યો છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: