અલ્પ ત્રિવેદી ~ સ્તબ્ધ ઊભા

સ્તબ્ધ ઊભા પહાડ ~ અલ્પ ત્રિવેદી

સ્તબ્ધ ઊભા પહાડ ને હું એકલો

સાવ ખુલ્લું આભ ને  હું એકલો.

બારસાખે તોરણો ઝૂલ્યા કરે

બારણે શુભ-લાભ ને હું એકલો.

ઝેર પી અદૃશ્ય મીરાં થઈ ગયાં

અસ્થિમય મેવાડ ને  હું એકલો.

મત્સ્ય જેવું તરફડે છે આંખમાં

આ અજાણ્યો ઘાટ ને  હું એકલો.

સાતમા કોઠા સમી છાતી વિશે

રે હણાયા શ્વાસ ને  હું એકલો.

ભાગ્યના પરબીડિયામાં નીકળે

હાથનો ઇતિહાસ ને  હું એકલો.

સૂર્ય ઊગી આથમે છે સ્પર્શમાં

ટેરવે ભીનાશ ને  હું એકલો.

એટલે સંદર્ભથી સંબંધ છે

‘અલ્પ’ એવી જાત ને  હું એકલો.

~ અલ્પ ત્રિવેદી

જે પીડે છે એ સુખ પણ દે છે, એ જ કશુંક નવું સર્જન પણ કરાવે છે. એકલતાની પીડા અને એકલતાનું સુખ પણ. આ ભાગ્ય લઈને કવિ આવે છે. કવિના હૃદયમાં આ ન ભર્યું હોત તો કવિતા દેવી કેવી રીતે રીઝત ! 

કવિતાનું પ્રગટ થવું એ સાતમા કોઠાને ભેદવા જેવી પણ નાજુક કલા. ક્યારેક શ્વાસ બંધ પડી જવાની વેદના થાય એવી અદ્દભુત ઘટના. બીજો અને ચોથો શેર વધુ ગમ્યા કવિ.

OP 3.7.22

***

આભાર

07-07-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, દીપકભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

દીપક વાલેરા

04-07-2022

વાહ

સાજ મેવાડા

03-07-2022

સરસ ગઝલ

છબીલભાઈ ત્રિવેદી

03-07-2022

સરસ રચના ખુબ મજાના શેર આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: