મનોજ ખંડેરિયા ~ સજા મળી છે * Manoj Khanderiya

જરાય દોસ્તો ખબર નથી ~ મનોજ ખંડેરિયા

જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,
કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે.

વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે.

ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે.

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નિમંત્ર્યા બધાને કિંતુ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે.

સમજ હતી ક્યાં અમોને એવી પૂરી દીધા છે શીશામાં જિનને,
રમત રમતમાં જ બંધ ઢાંકણ ઉઘાડવાની સજા મળી છે.

~ મનોજ ખંડેરિયા

કવિને કેવી પીડાએ લખાવી હશે આવી ગઝલ ?

સાંભળો અમર ભટ્ટના સ્વરમાં. 

3.7.22

સૌજન્ય : સૂર સાગર

કાવ્ય : મનોજ ખંડેરિયા સંગીત : ગૌરાંગ વ્યાસ સ્વર : અમર ભટ્ટ

***

હરીશ દાસાણી

04-07-2022

ઉત્તમ અને આધુનિક પણ હોય તેવી કવિતાઓ અને સાથે સાથે સુંદર સ્વરાંકન.
આ બધી ભેટ માટે આભાર.

હરીશ દાસાણી.

દીપક વાલેરા

04-07-2022

Great

Sarla Sutaria

03-07-2022

ખૂબ સરસ રચના

સાજ મેવાડા

03-07-2022

વગર ગુનાની સજા મળે તો વેદના થાય જ, અને આવી ગઝલ સર્જાય. સરસ અભિવ્યક્તી.

છબીલભાઈ ત્રિવેદી

03-07-2022

કવિ ની વેદના ખરી છે ઘણી વખત વગર ગુને સજા મળે છે મસ્ત રચના વંદન આભાર લતાબેન

બકુલેશ દેસાઈ

03-07-2022

વાહ.. મનોજભાઇની સુંદર રચના.કવિની સ્મૃતિને વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: