હરીશ ઠક્કર ~ અમથા અમે

અમથા અમે જરાક ઇશારે ચડી ગયા ~ હરીશ ઠક્કર

એક મીઠી નજરના બદલામાં

મારી બે આંખ હું ધરી બેઠો. ****

ક્યાંથી પ્રકાશ પ્રગટ્યો ને લોપ થઈ ગયો ક્યાં ?

દિવેટમાં નથી એ, ના તો ચિરાગમાં છે. ****

મારા બધાય કામમાં બે જણને હું પૂછું

એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ. ****

મુલાયમ જીભ છે ને ચામડી થોડીક જાડી છે

મને આ હોંશિયારી જિંદગીએ શીખવાડી છે. ****

મજા પહેલાં મિલનની આપણે કેવી બગાડી છે

અમે મૂછોને દીશા તાવ, તેં લટને રમાડી છે. ****

શ્વાસ લીધો ને તરત છોડી દીધો

જીંદગીનો આ નિયમ સમજ્યા તમે ? ****

શ્રેષ્ઠ હો તો સાબિત કર, શ્રેષ્ઠને હરાવી જો

તું તને જીતે નહીં તો શ્રેષ્ઠતા અધૂરી છે. ****

~ ડો. હરીશ ઠક્કર 

‘અમથા અમે જરાક ઇશારે ચડી ગયા’ પાર્શ્વ પ્રકાશન (2021) દ્વારા પ્રકાશિત આ ગઝલસંગ્રહ લઈને આવનાર કવિ ડો. હરીશ ઠક્કરનું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.

રમતું હતું સવારનું અજવાળું આંગણે

તડકા જુવાન શું થયા, માથે ચડી ગયા !

વધતાં જતાં તડકા માટે કવિએ શું રમ્ય કલ્પના કરી છે !

હું સમયની જેમ સાચવું એને

એ સમયની જેમ વીતાવે મને.

ઉપરના શેર ઉપરાંત એમના આ બે શેર પણ ખરેખર ખૂબ ગમી ગયાં !  વાહ કવિ !  

OP 2.7.22

***

Kishor Madlani

08-07-2022

દરેક પોસ્ટ મૌજ કરાવે છે ..એક અનોખા મન ભાવન વિશ્વ ની યાત્રા કરાવે છે.

આભાર

07-07-2022

આભાર બકુલેશભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

બકુલેશ દેસાઈ

03-07-2022

Wah હરીશભાઈ.. સરસ રચના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: