ભજન ~ ધૂણી રે ધખાવી

ભજન ~ ધૂણી રે ધખાવી 

ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી

OP 12.7.22

***

ભજન * સંગીત : ગૌરાંગ વ્યાસ * સ્વર : આસિત દેસાઇ

***

આભાર

13-07-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી, બકુલેશભાઈ, ચંદ્રશેખરજી.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

12-07-2022

ખૂબ મજા પડી, આનંદ.

છબીલભાઈ ત્રિવેદી

12-07-2022

સરસ મજાની રચના અને અેટલોજ ઉત્તમ અવાજ નાનપણ થી આ રચના ઇસ્માઇલ વાલેરા ના અવાજ મા સાંભળતા આજે આસિતદેસાઈ ના અવાજ મા સાંભળી આનંદ થયો આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: