સંજુ વાળા ~ પધરામણાં લગ * Sanju Vala

પધરામણાં લગ સંજુ વાળા

ઓરડેથી ઓસરી ને ઓસરીથી આંગણા  લગ
વાત ડમરાઈને અટકી બેઉનાં હોવાપણાં  લગ

ચોક-શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગ
પ્લીઝ માની જા, નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ

કાલે અનરાધાર ત્રાટકવાની છે સંભાવના
જાણતલનું કહેવું છે : આવી ગયો મે ઠામણાં લગ

તું કહે  છે : ‘રામરટણા’નાં અનુષ્ઠાનોમાં રત છે
હું કહું છું : કસરતો સૌ પહોંચવા રળિયામણા લગ

હું તને સુંદર,  અનુપમ લેખું એ જો ઓછું છે તો-
તારી મેળે પહોંચી જા તું ‘કોડિલા – કોડામણા’ લગ

પહેલાં ફરકી આંખ, મલક્યા હોઠ, માન્યું મન, પછીથી
કોળી ઊઠી કામના ને વિસ્તરી ઓવારણાં લગ

આવતાં-જાતાં સ્મરણ પર જો તને શ્રદ્ધા નથી તો-
હે  હ્રદય ! તું વાટ જોજે કાયમી પધરામણાં લગ.

~ સંજુ વાળા

પુરુષ અને સ્ત્રીમાં રિસામણાં તો થાય, એ સહવાસની સાબિતી કહી શકાય. અહીં એની કાવ્યાત્મક અભિવ્યક્તિ કાબિલેદાદ છે ! ક્યાંક ચેલેન્જ અપાઈ છે તો છેલ્લે ધમકી ! અને તેય પોતાના હૃદયને જ ! આમ જુઓ તો કવિએ વાસ્તવિકતા જ ચીતરી છે પણ વાસ્તવને આટલી સુંદર રીતે આલેખી શકાય ! સલામ તો બનતી હૈ !  

OP 11.7.22

***

સાજ મેવાડા

11-07-2022

વાહ પતિ-પત્ની ના સાયુજ્ય સાથે રીસામણા મનામણાનો રંગ ભળે તો આખરે મજા તો આવે.

Dipak Valera

11-07-2022

વાહ ખૂબ સુંદર

છબીલભાઈ ત્રિવેદી

11-07-2022

કાબીલેદાદ,,,, ખુબજ સુન્દર રચના સલામ આભાર લતાબેન

Kirti Shah

11-07-2022

Latabwn tamej sunder aalekhan karyu Vadhu umerva nu maru gaju nathi. Vat che Sanjuvada no Kavita ni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: