લતા હિરાણી ~ ઊગ્યું રે અજવાળું * Lata Hirani

ટગલી ડાળે જો

ઊગ્યું રે અજવાળું, પેલી ટગલી ડાળે જો
દડિયું ઝાકળ ઝાળું, પેલી ટગલી ડાળે જો…

પરોઢિયાની પાંખે ફૂટે, ટશિયા કેવા રાતા
સંતાકૂકડી રમતા પેલા અંધારા સંતાતા
ચાંદો ચપટીમાં સંકેલી, ભૂરકી ખાળે હો
ટગલી ડાળે જો…

હળવે લહેરાતી કલરવની, કૂંજગલીઓ પ્યારી  
ઉગમણા પડખાને ઝાલી, પ્રગટી સૂર્યસવારી
શરમાતી સુગંધો પહોંચી, ફૂલની પાળે લો  
ટગલી ડાળે જો…

તેજ સમા તગતગ અજવાસો, ધરતી પર પથરાય
ઝાકળથી રમતા કિરણોની આમ પથારી થાય
પનિહારીના લોચન રમતાં, કૂવા થાળે કો’
ટગલી ડાળે જો…

~ લતા હિરાણી

પ્રકાશિત > ‘શબ્દસર’ > 10-2023

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં ભણતી પાયલનાં સુંદર અક્ષરોમાં

શેર કરવા બદલ આભાર ડો. મહેન્દ્રસિંહજી પરમારનો   

9 Responses

 1. હરીશ દાસાણી.મુંબઈ says:

  ટગલી ડાળે ઉગેલા અજવાળાની ઝળહળતી કવિતા

 2. ઉમેશ જોષી says:

  વાહ
  લયબધ્ધ ગીત રચના……
  અભિનંદન..

 3. Minal Oza says:

  ટગલી ડાળનું વાત સરસ કરી. અજવાળાનું ગમતીલુ ગીત .. અભિનંદન.. લતાબહેન!

 4. વાહ ખુબ સરસ અભિનંદન લતાબેન અમે પણ શાળા ના બ્લેકબોર્ડ પર દરરોજ આવી રચનાઓ લખતા

 5. શ્વેતા તલાટી says:

  વાહહહહ… લતાબેન અભિનંદન 🌷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: