રમેશ પારેખ ~ તારું પહેલા વરસાદ

તારું પહેલા વરસાદ સમું આવવું

તારું પહેલા વરસાદ સમું આવવું
ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં
તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર આપણે
ઊભાં રહ્યાંનું પૂર આવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ
ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં

તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું………

~ રમેશ પારેખ

2 thoughts on “રમેશ પારેખ ~ તારું પહેલા વરસાદ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *