‘કાવ્યવિશ્વ’ ~ ત્રણ વર્ષનું સરવૈયું
‘કાવ્યવિશ્વ’ ~ ત્રણ વર્ષનું સરવૈયું અને ચોથા વર્ષમાં પ્રવેશનો આનંદ
મિત્રો,
આપ સૌના સહકારથી ‘કાવ્યવિશ્વ’ આજે ત્રણ વર્ષ પૂરાં કરી ચોથા વર્ષમાં પ્રવેશે છે.
એ નિમિત્તે થોડીક વાત.
‘કાવ્યવિશ્વ’ પર રોજેરોજ એકથી વધુ નવી પોસ્ટ મુકાય છે. અનિવાર્ય સંજોગો સિવાય રજા રાખવામાં આવતી નથી.
ખૂબ આનંદ છે કે આ ત્રણ વર્ષ અને 1091 દિવસો દરમિયાન આજ સુધીમાં કુલ 2938 પોસ્ટ મુકાઈ છે. અંદાજે લગભગ રોજની ત્રણ પોસ્ટ ગણી શકાય.
‘કાવ્યવિશ્વ’ને આજ સુધીમાં કુલ 80,000 જેટલા વિઝિટર્સ અને કુલ 3,00,000 ત્રણ લાખ વ્યુઝ જેટલા પ્રાપ્ત થયા છે જે આપનો સાથ અને ‘કાવ્યવિશ્વ’નું ગૌરવ છે.
આ કાર્ય એકલે હાથે સંભાળું છું અને છતાં એ જ ઉત્સાહ જળવાઈ રહ્યો છે એનું કારણ મારો કાવ્ય માટેનો પ્રેમ તો ખરો જ અને આપ સૌનો આટલો સરસ મજાનો પ્રતિભાવ પણ છે.
આ ત્રણ વર્ષ દરમિયાન 2022માં વેબસાઇટને કસ્ટમ ડિઝાઇનમાંથી વર્ડપ્રેસમાં બદલવા માટે લગભગ બે મહિના જેવી રજા રાખવી પડી હતી, જે અનિવાર્ય હતું પરંતુ એનો અફસોસ જરૂર છે.
‘કાવ્યવિશ્વ’ને પ્રાપ્ત સન્માનો
1.ચિત્રલેખા દ્વારા પ્રગટ થતી ‘2021ના ગૌરવવંતા ગુજરાતીઓ’ની શ્રેણીમાં મને એટલે કે ‘કાવ્યવિશ્વ’ને સ્થાન મળ્યું. http://www.kavyavishva.com/?p=3148
2.ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા દ્વારા ‘કાવ્યવિશ્વની સફર’ વિડીયો મુલાકાત લેવાઈ અને તા. 6 ઓગસ્ટ 2022ના રોજ સાહિત્ય અકાદમીના ફેસબુક પેજ પરથી એનું પ્રસારણ થયું.
http://www.kavyavishva.com/?p=3155‘
3. ડિઝિટલ ચંદરવા પર કવિતાનું પ્રતિષ્ઠાન કરતાં જાણીતાં કવયિત્રી સર્જક લતા હિરાણી’ ~ રમેશ તન્ના
લેખકના સંપાદિત પુસ્તક ‘સમાજની શ્રદ્ધા’માં – http://www.kavyavishva.com/?p=2069
4. સુમન શાહ સંપાદિત સાહિત્યિક સંરસન Literary Consortium માં કાવ્યવિશ્વ અંગે લેખ
http://www.kavyavishva.com/?p=8134
5. ‘કાવ્યવિશ્વ’ના પ્રાગટયની ‘નવગુજરાત સમય’, ‘ગુજરાત ટુ ડે’ અને સુરતના ‘અનન્ય સીટી’માં લેવાયેલી નોંધ :
‘કાવ્યવિશ્વ’ની સફર http://www.kavyavishva.com/?p=848
‘કાવ્યવિશ્વ’ દ્વારા થયેલ કાર્યક્રમો
1.કવિ શ્રી ઉમાશંકર જોશી જન્મદિન નિમિત્તે ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’ વિડીયો કાર્યક્રમ http://www.kavyavishva.com/?p=3221
2. કવિ શ્રી હરીશ મીનાશ્રુને સાહિત્ય અકાદમી દ્વારા મળેલ એવોર્ડ નિમિત્તે એમનો વિડીયો કાર્યક્રમ http://www.kavyavishva.com/?p=3142
3. ‘કાવ્યવિશ્વ’ના દ્વિતીય વર્ષમાં પ્રવેશ નિમિત્તે તા. 18.10.21ના રોજ અમદાવાદની એસ.એલ.યુ. કોલેજમાં વિદ્યાર્થિનીઓનું કાવ્યપઠન કાર્યક્રમ અને ભેટ – સર્ટિફિકેટની વહેંચણી http://www.kavyavishva.com/?p=3131
(બ્લ્યુ અક્ષરની લિન્ક પર ક્લિક કરતાં જે તે પોસ્ટ ખૂલી જશે)
‘કાવ્યવિશ્વ’ના વિભાગો વિશે ફરી એકવાર જોઈ લઈએ.
1.સંવાદ : આ વિભાગમાં મારી વાત અને કવિઓને મળતા એવોર્ડ સન્માનની વિગત મૂકું છું. (મને મોકલવામાં આવી હોય તે)
2. કાવ્ય : આ વિભાગમાં કાવ્યો, એના વિષે ટૂંકી નોંધ + કવિનો ફોટો અને ઓડિયો, વિડીયો સંગીત (પ્રાપ્ય હોય તે)
3. અનુવાદ : પ્રશિષ્ટ કાવ્યોના અનુવાદ : જે ભાષામાંથી અનુવાદ થયો હોય એ ભાષાના કાવ્ય સાથે
4. આસ્વાદ : ઉત્તમ કાવ્યોના જાણીતા કવિઓ દ્વારા થયેલા લાંબા આસ્વાદો
5. સેતુ : કાવ્ય સંબંધી કે કવિઓ સંબંધી મહત્વની અને રસપ્રદ વાતો
6. સર્જક : કવિઓના વિગતવાર પરિચયો + ફોટો અને વિડીયો (પ્રાપ્ય હોય તે)
7. સ્વરૂપ : કાવ્ય સ્વરૂપો જેમ કે ગીત, ગઝલ, અછાંદસ, સોનેટ વગેરે સંબંધી લેખો
8. સંચય : જાણીતા કવિઓના હસ્તાક્ષર, એમના હસ્તાક્ષરોમાં લખાયેલા કાવ્યના ફોટાઓ
9. સાંપ્રત : તત્કાલીન પરિસ્થિતિને સંબંધીને લખાયેલા કાવ્યો જેમ કે કોરોના સંબંધી કાવ્યો
10. સંગ્રહ : કાવ્યસંગ્રહો વિષે માહિતી અગાઉ મુકાતી. હાલ આ વિભાગ બંધ કરવામાં આવેલ છે.
11. વિશેષ : કવિઓના જન્મદિવસો અને મૃત્યુદિનની એમની કાવ્યપંક્તિ સાથે નોંધ.
12. ઉપરાંત સૌથી ઉપર રોજેરોજ નવી કાવ્યપંક્તિ મૂકવામાં આવે છે.
જો આપ મોબાઈલમાં ‘કાવ્યવિશ્વ’ જોતાં હો તો સૌથી ઉપર જમણી બાજુ ત્રણ નાની આડી લાઈન જોવા મળશે એના પર ક્લિક કરતાં બધા વિભાગોનું લિસ્ટ સામે આવશે જેમાંથી પસંદગીના વિભાગમાં આપ જઈ શકશો. આપને ‘કાવ્યવિશ્વ’ જોવામાં કોઈપણ તકલીફ પડે તો આપ મારો સંપર્ક કરી શકો છો.
આપ સૌનો આમ જ સાથ સહકાર મળતો રહેશે એવી અપેક્ષા.
~ લતા હિરાણી
સંપાદક ‘કાવ્યવિશ્વ’
9.10.2023



કાવ્યવિશ્વ… ચોથા વર્ષેના પ્રવેશ ટાણે મારી અંતરની સુકામનાઓ પાઠવું છું.
આભાર ઉમેશભાઈ
અભિનંદન લતાબહેન!
આભાર મીનલબેન
અભિનંદન લતાબેન….
આપને હાર્દિક અભિનંદન આને શુભેચ્છાઓ. જે ઉમદા કાવ્ય સાહિત્ય આપ પીરસ રહ્યાં છો એ અનન્ય છે.
આભાર મેવાડાજી
ખુબ ખુબ અભિનંદન લતાબહેન આપનો કાવ્ય પ્રેમ કાવ્ય વિશ્વ ને ખુબ ઉંચાઈ પર લઈ ગયેલ છે આપની મહેનત લગન ને સલામ
આભાર છબીલભાઈ. તમારી નિયમિતતાને સલામ.
નવા નવા સોપાનો સર કરતા હો…
ખૂબ ખૂબ શુભેચ્છાઓ…….
આભાર વહીદાજી
મિત્રને ખૂબ અભિનંદન, દિલથી.
આભાર મિત્ર
વાહ વાહ હાર્દિક અભિનંદન અને ઢગલો શુભેચ્છાઓ .કાવ્ય વિશ્વ ખૂબ ખૂબ પ્રગતિ કરે અને સાહિત્યમાં છવાઈ જાય તેવી અભ્યસર્થના.
આભાર રાઉલજી
સરસ અંક .. ખલીલસાહેબ, ચંદ્રકાંત શેઠ ..આસ્વાદ ..સરસ
આભાર સુરેન્દ્રભાઈ
લતાબેન, ખૂબ અભિનંદન
આભાર રેખાબેન
કાવ્યવિશ્વને અને આપને અભિનંદન
આભાર પારૂલબેન
અભિનંદન અને શુભેચ્છાઓ,,, લતાબેન…
આભાર તનુબેન
કેટલી બધી મહેનત કરો છો લતાબેન! આપના સાહિત્યપ્રેમને સલામ!
જેટલી મહેનત એટલો આનંદ છે ભાઈ…
આભાર અને વંદન
” કાવ્ય વિશ્વ” ની પ્રગતિ અને લોકપ્રિયતામાં હરણફાળ: આપણી સૌની ચહિતી અને માનીતી વેબસાઇટ ” કાવ્ય વિશ્વ” એ તેની સાહિત્ય જયોત પ્રસરાવતી અર્થપૂર્ણ અને એટલી જ રોમાંચક યાત્રાના ત્રણ વર્ષ જોતજોતામાં પૂરાં કર્યા અને ચોથા વર્ષમાં શાનદાર પ્રવેશ કર્યો તે સમગ્ર ગુજરાતી સાહિત્યની એક અત્યંત નોંધપાત્ર અને મહત્વપૂર્ણ ઘટના છે.લાખો વાંચકો સુધી પહોંચેલી અને અસંખ્ય કવિ – લેખકો, સર્જકો,કલાકારો,ગાયક મિત્રો,સંગીતકારોને રજૂ કરીને તથા કવિતાના વિવિધ સ્વરૂપો, સાહિત્ય વિષયક પ્રશ્નો અને મુદ્દાઓ વિશે ચર્ચા, સમીક્ષા,અવલોકનો, વક્તવ્યો ,કવિ પરિચયો,કવિ સર્જકોના જન્મદિન વિશેષો સહિતની ભરપૂર પણ ગુણવત્તાસભર સાહિત્ય સામગ્રીઓ પીરસીને વેબસાઇટ સંપાદિકા શ્રી લતાબેન હિરાણીએ રીતસરની કમાલ કરી દેખાડી છે જે તેઓશ્રીને અગણિત અભિનંદનોના અધિકારી બનાવે છે.એકલે હાથે સાહિત્યના મહાસાગરમાં ભાવકોને અનેરી સફરની મોજ કરાવી છે.ભવિષ્યમાં પણ ” કાવ્ય વિશ્વ” સાહિત્યના આનંદનો ગમતીલો ગુલાલ ઉડાડયાં કરશે તેનો આનંદ કૈ ઓછો નથી.વેલડન , લતાબેન,વેલડન ! અમારા સૌના આપને હાર્દિક અભિનંદન અને વંદન !
આગે બઢો,હમ તુમ્હારે સાથ હૈં !
એક ” કાવ્ય વિશ્વ” નો ચાહક,
પ્રફુલ્લ પંડ્યા
આટલા ભાવથી બિરદાવો છો પ્રફુલ્લભાઈ. તમારા પ્રેમને સલામ
શ્રી લતા બેન, કાવ્ય વિશ્વ માટે આપની ચીવટભરી જહેમતને સલામ, અભિનંદન, શુભકામનાઓ. 🌹
ખૂબ ખૂબ આભાર ભાઈ.
પ્રિય લતાબહેન,
કાવ્યવિશ્વના ચોથા વર્ષમાં પ્રવેશ નિમિત્તે તમને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. તમારી સાહિત્યપ્રીતિ, ધગશ અને નિષ્ઠા સાચે જ પ્રશંસનીય છે. સાતત્યપૂર્વક ત્રણ વર્ષ ઉત્તમ કક્ષા જાળવીને તમે આગવો દાખલો બેસાડ્યો છે. મારી પ્રસન્નતા સ્વીકારશો. હું હમણાં અમેરિકા છું. દિવાળી પર ભારત આવી જઈશ. કુશળ હશો.
આટલે દૂર બેઠાં પણ ‘કાવ્યવિશ્વ’ની નોંધ લીધી અને સરસ મજાનાં સ્નેહાળ શબ્દો પાઠવ્યા એના માટે મન ભાવથી ભરાઈ ગયું વિનોદભાઈ..
લતાબહેન,
કાવ્યવિશ્વના ચતુર્થવર્ષ પ્રવેશને અત્યંત હૃદયના ઊમળકાથી આવકારું છું.આ વેબ સાઈટ સાતત્યપૂર્ણ અવિરત સાહિત્યના અનેકવિધ આયામોને ઉજાગર કરી નોંધપાત્ર રીતે ચલાવવી એ સંપાદકીય સૂઝબૂઝ ભર્યું ભગીરથ કાર્ય છે.આ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. ભવિષ્યમાં પણ આ રીતે અવિરત આગળ વધતા રહો એવી શુભ કામનાઓ. જય હો.પ્રણામ.
દિલથી આભારી છું દિલીપભાઈ. આપને વંદન.
કાવ્યવિશ્વને ખૂબ ખૂબ શુભકામના
આભાર આપનો
કાવ્યવિશ્વને ખૂબ ખૂબ શુભકામના
આભાર આપનો
ચોથા વર્ષમાં પ્રવેશ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપની મહેનત અને લેખન પ્રત્યેની પ્રીતિ સુંદર કાર્ય કરી રહી છે. ” કાવ્યવિશ્વ” સાહિત્યના વિવિધ પાસાને અજવાસ આપી રહ્યું છે.આટલું સરસ અને ઉત્તમ કાર્ય ખૂબ મહેનત માંગી લે છે.લતાબહેન આપ સફળતાનાં અનેક શિખર સર કરો. પારુલ બારોટ.
આભાર પારુલ
આપ ખરેખર બહુ ઉમદા કાર્ય કરી રહ્યાં છો, લગભગ બધા જ અંક હું વાંચું છું.અત્યારના આ ફાસ્ટ યુગમાં રોજ રોજ સમય ફાળવીને કોઈ જ વ્યક્તિગત લાભની અપેક્ષા વગર સાહિત્ય સેવા કરી રહ્યાં છો. સેલ્યુટ
આભાર અગનભાઈ