‘ચિત્રલેખા’ના વાર્ષિક એકાવન ગૌરવવંતા ગુજરાતીઓમાં સ્થાન

‘ચિત્રલેખા’એ એના વાર્ષિક વિશેષાંક (2022)માં આવરેલા એકાવન ગૌરવવંતા ગુજરાતીઓ (2021)માં સ્થાન પામવા બદલ ખુદને ગૌરવશાળી સમજું છું. ખૂબ ખૂબ આભાર ચિત્રલેખાના તંત્રી-સંપાદક ટીમનો.

વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’ના શુભેચ્છકો અને પ્રતિભાવકો, મુલાકાતીઓનો આભાર ખરો જ.     

***** 

ગુજરાતી સાહિત્યના પ્રચાર પ્રસારમાં લયસ્તરો, આસ્વાદ, અક્ષરનાદ, પ્રતિલિપિ તથા સુગમ સંગીતમાં ‘ટહૂકો’ જેવા બ્લોગ કે વેબસાઈટે મહત્વનો ફાળો આપ્યો છે. આ બધા વર્ષોથી કાર્યરત છે એમાં કોરોનાકાળમાં નવી પા-પા પગલીઓ આરંભાઇ. જે એકલતાના સમયને સાચવવા જરૂરી બની. આવી જ એક નાનકડી પગલી એટલે કવયિત્રી-કટારલેખિકા લતા હિરાણી સંચાલિત વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’.

લતા હિરાણીએ 66 વર્ષની વયે ટેકનૉલોજી સાથે તાલ મિલાવી આ વેબસાઈટના માધ્યમથી કવિતા અને કવિતાના વિવિધ પાસાને આવરવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. 17 ઓક્ટોબર 2020ના દિવસે શરૂ થયેલી ‘કાવ્યવિશ્વ’ વેબસાઈટ પર આંકડામાં જોઈએ તો અત્યાર સુધીમાં 900થી પોસ્ટ મૂકવામાં આવી છે. દેશ-વિદેશમાં 42000થી વધુ મુલાકાતીઓએ આ વેબસાઇટ માણી છે. કાવ્યો, અનુવાદો, કાવ્યસ્વાદો, સેતુલેખો, કવિપરિચય, કાવ્યસ્વરૂપ મળીને કુલ દસ વિભાગ છે. સુપ્રસિદ્ધ કવિઓના હસ્તાક્ષર, એમનું હસ્તલિખિત કાવ્ય, તસવીરો, કવિના પઠનનો ઓડિયો કે વિડીયો મૂકવાનો ઉપક્રમ પોસ્ટને આર્કાઈવલ મૂલ્ય બક્ષે છે. ગુજરાતીમાંથી અન્ય ભાષામાં અને અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુદિત કાવ્યો મૂળ કાવ્યો સાથે મૂકવામાં આવે છે. કવિનો જન્મદિવસ ધ્યાનમાં રાખી ચીવટથી તૈયાર થતી પોસ્ટ જાહેર બર્થડે વિશ જેવું મઘમઘતું કામ કરે છે.

આ વેબસાઇટને રઘુવીર ચૌધરી, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ, ભાગ્યેશ જહા, જયંત મેઘાણી જેવા સર્જકોએ બિરદાવી છે. સંપાદક લતા હિરાણીએ સર્જક તરીકે અખબારમાં ‘સેતુ’ નામે કટાર લખી અને વિવિધ વિષયો પર લેખ પણ લખ્યા છે. ‘કાવ્યસેતુ’ કટાર દ્વારા આસ્વાદો કરાવ્યા છે. એમના પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ તથા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પારિતોષિક પ્રાપ્ત થયું છે. ઇંડોનેશિયા અને ઈટાલીમાં આંતરાષ્ટ્રિય હિન્દી સંમેલનમાં એમણે મુખ્ય અતિથિ અને અધ્યક્ષ તરીકે ઉપસ્થિતિ શોભાવી હતી.

અત્યારે એ ‘દિવ્ય ભાસ્કર’ની ‘રંગત સંગત’ પૂર્તિમાં ‘મારી વાર્તા’ વિભાગનું સંપાદન સંભાળે છે. ‘કાવ્યવિશ્વ’ વેબસાઇટના માધ્યમ દ્વારા એમણે સર્જકો અને વાચકો વચ્ચે લતા-સેતુ બનવાનું કાર્ય કર્યું છે. એક નાની પગલી સાતત્યસભર હોય ત્યારે એ મોટા પગલાંમાં પરિવર્તિત થવાની અપાર સંભાવના ધરાવે છે.

~ હિતેન આનંદપરા

 

OP 3.4.2022

****

પારસ હેમાણી

09-08-2022

ચિત્રલેખામાં સ્થાન મળે તે ગૌરવપ્રદ વાત છે.
અભિનંદન.

દક્ષા વ્યાસ

09-08-2022

વાહ, કેવું ગૌરવપૂર્ણ!
Really I am proud of U…Hearty congrates

પ્રફુલ્લ પંડયા

09-08-2022

ગૌરવની ઘટના: ચિત્રલેખાની પ્રમાણભૂતતા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ જેવી જ ગણાય.ખરેખર સિધ્ધિ ન હોય તો ચિત્રલેખા મૌન રહે છે.માત્ર સાચા તપસ્વીઓને જ બિરદાવે છે.આપને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! તમે નિતનવા શિખરો સર કરવા સર્જાયેલાં છો !
પ્રફુલ્લ પંડયા

સુરેશચંદ્ર રાવલ

08-08-2022

લતાબેન….ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન…!
આપની કલમ અને આપનાં કલમકર્મને….
તમારી કલમથી શબ્દરૂપી ગંગા અવિરત વહેતી રહે…!
સાહિત્ય સેવા બદલ ખૂબ શુભેચ્છાઓ…!🌹🌹🌹👌👌👌

મનિષા હાથી

20-06-2022

કાવ્યના સમંદર માં ડૂબકી મારો એટલે શબ્દોનો રસથાળ મળે
વાહહહહ , અદભુત

દાન વાઘેલા

03-06-2022

આપનું સાહિત્યિક સંપાદન કાર્ય ખૂબ સરસ અને ઉત્તમ હોય છે. જીવનની જરૂરી દોડધામમાં જ્યારે નિરાંતનો વખત મળે ત્યારે મોબાઇલની વિવિધ સુવિધાઓ માણવાની જિજ્ઞાસાવૃતિ વધે છે. એ સ્વાભાવિક પણ છે. એમાં “કાવ્યવિશ્વ”નું આકર્ષણ પણ અદકેરું છે. આપના સાહસને સલામ. સાત્વિક, સત્વશીલ સાહિત્યિક નિષ્ઠાને અભિનંદન
::દાન વાઘેલા :::

દિલીપ ગજ્જર

25-05-2022

વાહ અદભૂત કાર્ય લતાબેન 👌🌷

પ્રફુલ્લ પંડયા

25-05-2022

” કાવ્ય વિશ્વ” ની સુંદર સુરેખ સમૃદ્ધ યાત્રાને પ્રણામ !
પ્રફુલ્લ પંડ્યા

Varsha Adalaja

25-05-2022

Lata great work .i think this is the first of its kind project

છબીલભાઈ ત્રિવેદી

25-05-2022

ખુબ સરસ કાવ્ય વિશ્ર્વ ની સફળતા નો સંપૂર્ણ યશ આપની મહેનત, લગન અને કાવ્યપ્રેમ ને આભારી છે

hardwar goswami

28-04-2022

લતાબેનને આકંઠ અભિનંદન. ‘કાવ્યવિશ્વ’ની ઉત્તમોત્તમ સેવાને સો સો સલામ….

પ્રશાંત કેદાર જાદવ

21-04-2022

લતાબેન, હું કાવ્યવિશ્વ નિયમિત વાંચું છું. એમાં પ્રસ્તુત થતી સર્વ કવિતાઓ કાવ્યવિશ્વને મુઠ્ઠી ઊંચેરું બનાવે છે. એમાં ગુણવત્તાનું ધોરણ જળવાય છે. આપ કોઇથી પણ અંજાયા વગર કે અસરમાં આવ્યા વગર અદભૂત સેવા કરી રહ્યા છો. એ બદલ આપને અભિનંદન અને શુભકામનાઓ. શબ્દ અને સૂર અલગ હોય નહીં. આપ સંગીત પણ વણી લો છો એ મને ખૂબ ગમે છે. આપ અન્ય ભાષાઓની રચનાઓ પણ આવરી લો છો અને આ બધી સામગ્રી અન્ય સામયિકો કરતાં અલગ પડે છે. આપને અભિનંદન.
પ્રશાંત કેદાર જાદવ

Varij Luhar

08-04-2022

ખૂબ ખૂબ અભિનંદન આ ગૌરવ પ્રાપ્ત થવા બદલ

ગિરિરાજ બ્રહ્મભટ્ટ

08-04-2022

હ્રદયભીનાં અભિનંદન….
આપની નિષ્ઠા, સંશોધન, મહેનત, જહેમત, કોઠાસૂઝ તેમજ માતા શારદાની મહાકૃપાનું આ પરિણામ છે. આપ હજુ નિત્ નવાં શિખરો પ્રાપ્ત કરો એવી અંતરના ઊંડાણેથી મંગળેચ્છાઓ.
પુનઃ અભિનંદન… અભિવંદન, અભિવાદન.

Renuka Dave

05-04-2022

ખૂબ ખૂબ અભિનંદન, લતાબેન..!!
તમે નિઃશંકપણે ખૂબ મોટું કામ કરી રહ્યા છો ‌. કવિતા અંગેનું જે પણ કાર્ય તમે કરો છો તે ભવિષ્ય માટે ઉત્તમ દસ્તાવેજ બની રહેશે અને આજના ઉપરાંત ભાવિ કવિઓને પણ ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડશે. આવા ઉમદા કાર્યને ચિત્રલેખા દ્વારા પોંખવામા આવે તેનો આનંદ સહુ કવિમિત્રોને થયો હશે.
કાવ્યવિશ્વ વધુ ને વધુ ઊંચા શિખરો સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ 🙏👍\

સાજ મેવાડા

04-04-2022

ખૂબ આનંદ, અભિનંદન લતાજી. આપની સાહિત્યિક સેવાની નોંધ આંતરરાષ્ટ્રીય ચિત્રલેખાના વાર્ષિક અંકમાં લેવાય એ ખૂબ ગૌરવપૂર્ણ ઘટના છે.

કિશોર બારોટ

04-04-2022

આદરણીય, લતા બહેન,
‘કાવ્ય વિશ્વ’ વેબસાઈટ એ આપની એક આદરભરી ઓળખ બની ગઈ તે આપની કવિતા પ્રત્યેની નિષ્ઠાનું ઉમદા પરિણામ છે.
આપના જન્મદિને કાવ્ય વિશ્વ જેવીજ મીઠડી શુભકામનાઓ 🌹

છબીલભાઈ ત્રિવેદી

04-04-2022

ખુબ ખુબ અભિનંદન આાપ સદા સર્વદા આવાજ ઉત્સાહ થી કામ કરતા રહો તેવી પ્રાર્થના

Varij Luhar

04-04-2022

ખૂબ ખૂબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: