‘કાવ્યવિશ્વ’ના દ્વિતીય વર્ષના પ્રારંભની ઉજવણી 

‘કાવ્યવિશ્વ’ના પ્રથમ વર્ષની ઉજવણીમાં ‘કાવ્યવિશ્વ’ અને એસ.એલ.યુ. આર્ટ્સ એન્ડ એચ.એન્ડપી. ઠાકોર કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા.18.10.2021 સોમવારે સવારે 10 વાગ્યે ‘કાવ્યપઠન’ કાર્યક્રમ યોજાઇ ગયો. 

‘કાવ્યવિશ્વ’ના સ્થાપક લતા હિરાણી, પ્રિન્સિપાલ ડો. શૈલજાબહેન ધ્રુવ અને કાર્યક્રમ સંયોજક ડો. વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સરસ રીતે કોલેજના હોલમાં આયોજન થયું. દેવાંશી રાણા, જાહ્નવી ચુડાસમા, નૂરસબા અન્સારી, મુબીના શેખ, ખુશ્બુ દેરૈયા, ફ્લોરિકા પરમાર અને ફાતિમા મન્સૂરીએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એમાનાં કેટલાકે સ્વરચિત કાવ્યો વાંચ્યા.

ભાગ લેનાર દરેક વિદ્યાર્થિનીને ‘કાવ્યવિશ્વ’ તરફથી સર્ટીફિકેટ અને પુસ્તક ભેટ આપી સમાપન થયું.  

OP 20.10.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: