‘કાવ્યવિશ્વ’ની સફર * ગુજરાત સાહિત્ય અકાદમી

મિત્રો, ખૂબ આનંદ છે કે ‘કાવ્યવિશ્વ’ની સફરને ફરી એકવાર ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. પ્રતિષ્ઠિત એવી ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘કાવ્યવિશ્વ’ની યાત્રાને વધાવી છે.
‘ અમૃત આચમન’ શ્રેણીના બીજા એપિસોડમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા સાહેબ સાથે આ અંગે એક રસપ્રદ ગોષ્ઠી યોજાઇ અને તા. 6 ઓગસ્ટ 2022 અને શનિવારે સાંજે આઠ વાગે સાહિત્ય અકાદમીના ફેસબુક પેજ પરથી એનું પ્રસારણ થયું.
અનેક મિત્રોએ એ સંવાદ નિહાળ્યો અને પ્રતિભાવો આપ્યા.
આભારી છું, ગુજરાત સાહિત્ય અકાદમી અને અધ્યક્ષ શ્રી જહાસાહેબની.
આભારી છું આપ સૌની કે 19 ઓક્ટોબર 2020 શરૂ થયેલ કાવ્યવિશ્વ પર આપે માત્ર એકવીસ મહિના જેટલા ટૂંકા ગાળામાં લગભગ 54500 જેટલી visits આપી.
OP 7.8.2022
*****
આપનો આભાર ભાવકો
પ્રફુલ્લ પંડ્યા
17-10-2022
” કાવ્ય વિશ્વની ઝળહળતી યાત્રાના બે વર્ષ જોતજોતામાં પૂરાં થયાં અને આજે વિશ્વ સ્તરની આ વેબસાઈટ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તે આપણાં સૌનાં માટે આનંદ અને હર્ષોલ્લાસની ઘટના છે.” કાવ્ય વિશ્વ ” ની ઝળહળતી સફળતા માટે શ્રી લતાબેનને હાર્દિક અભિનંદન ઘટે છે.એક પીઢ અને તેજસ્વી સંપાદિકા તરીકે શ્રી લતાબેને અથાગ પરિશ્રમ અને વિરલ સાહિત્ય સૂઝ દાખવ્યાં છે અને ગુજરાતી સાહિત્યની, સાહિત્ય સર્જકોની અપૂર્વ સેવા કરી છે.૬૦૦૦૦લોકો સુધી પહોંચીને આ વેબસાઈટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે અને પ્રતિષ્ઠા પણ મેળવી છે.કોઈ પણ ભાષામાં આવી વેબસાઇટ હોવી તે ગૌરવની વાત છે. ” કાવ્ય વિશ્વ”સતત પ્રગતિ સાથે આગેકૂચ કરતી રહે અને નિત્ય નૂતન મંઝિલો સર કરતી રહે તેવી અઢળક અઢળક હાર્દિક શુભેચ્છાઓ ! વેલડન, લતાબેન!
પ્રફુલ્લ પંડ્યા
કિશોર બારોટ
03-10-2022
આપની કાવ્યનિષ્ઠાને સાદર વંદન.
ભવિષ્યમાં ગુજરાતી કવિતાના ઇતિહાસમાં પણ ‘કાવ્ય વિશ્વ’ની નોંધ સુવર્ણ અક્ષરે લખાય તેવી શુભકામનાઓ. 🌹
Devika Dhruva
28-09-2022
Great work. Congratulations, Latabahen
જાગ્રત વ્યાસ
24-09-2022
વાહ, ગૌરવવંતા ગુજરાતી તરીકે આપને ખૂબ ખૂબ અભિનંદન 🌹આપ જેવા વ્યક્તિને કારણે ગુજરાતી સાહિત્ય આટલું સમૃદ્વ છે.
રાજુલ કૌશિક શાહ
10-08-2022
અભિનંદન લતાબહેન,💐
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તમે પોંખાવ છો એનો આનંદ છે.
ભાગ્યેશભાઈ સાથે તમારો સંવાદ ખૂબ મઝાનો રહ્યો.
ગુજરાતી ભાષા અને પદ્ય માટેની તમારી પ્રીતિ અને પ્રતિબદ્ધતા સ્પર્શી ગઈ.
સિલાસ પટેલિયા
09-08-2022
શ્રી ભાગ્યેશ ઝાએ આપની લીધેલી
મુલાકાતવાળો કાર્યક્રમ પણ જોયો, આપની વાતો સાંભળી. આનંદ.
અભિનંદન.
આભાર.
ખૂબ શુભેચ્છાઓ.
મનોહર ત્રિવેદી
08-08-2022
લતાબહેનની યાત્રા શિખર તરફની છે. એમાં હાંફ ચડે એવો સ્પર્ધાભાવ નથી. આ યાત્રા તો ચરણને એનું કામ સોંપીને મૉજ લૂંટવા માટેની છે. ધન્યવાદ.
સાજ મેવાડા
08-08-2022
સારા કામ માટે, સમયનો ભોગ આપી આપ ખૂબ મહેનત કરી રહ્યાં છો. નોંધ તો લેવાવી જ જોઈએ.
લતાબેન, તમે આ વાગ્દેવીની અખંડ ઉપાસનામાં જે વૈવિધ્ય અને સત્ત્વ પીરસી રહ્યાં છો તેને માટે તમને ભૂરિ ભૂરિ અભિનંદન…તમારો આ યજ્ઞ અખંડ ચાલતો રહો એ જ શુભેચ્છા…
………….દક્ષા વ્યાસ
વંદન દક્ષાબહેન.