‘કાવ્યવિશ્વ’ની સફર * ગુજરાત સાહિત્ય અકાદમી

મિત્રો, ખૂબ આનંદ છે કે ‘કાવ્યવિશ્વ’ની સફરને ફરી એકવાર ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. પ્રતિષ્ઠિત એવી ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘કાવ્યવિશ્વ’ની યાત્રાને વધાવી છે. 

‘ અમૃત આચમન’ શ્રેણીના બીજા એપિસોડમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા સાહેબ સાથે આ અંગે એક રસપ્રદ ગોષ્ઠી યોજાઇ અને તા. 6 ઓગસ્ટ 2022 અને શનિવારે સાંજે આઠ વાગે સાહિત્ય અકાદમીના ફેસબુક પેજ પરથી એનું પ્રસારણ થયું. 

અનેક મિત્રોએ એ સંવાદ નિહાળ્યો અને પ્રતિભાવો આપ્યા. 

આભારી છું, ગુજરાત સાહિત્ય અકાદમી અને અધ્યક્ષ શ્રી જહાસાહેબની. 

આભારી છું આપ સૌની કે 9 ઓક્ટોબર 2020 શરૂ થયેલ કાવ્યવિશ્વ  પર આપે માત્ર એકવીસ મહિના જેટલા ટૂંકા ગાળામાં લગભગ 54500 જેટલી visits આપી. 

OP 7.8.2022

*****

આપનો આભાર ભાવકો

પ્રફુલ્લ પંડ્યા 17-10-2022 – કાવ્ય વિશ્વની ઝળહળતી યાત્રાના બે વર્ષ જોતજોતામાં પૂરાં થયાં અને આજે વિશ્વ સ્તરની આ વેબસાઈટ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તે આપણાં સૌનાં માટે આનંદ અને હર્ષોલ્લાસની ઘટના છે.” કાવ્ય વિશ્વ ” ની ઝળહળતી સફળતા માટે શ્રી લતાબેનને હાર્દિક અભિનંદન ઘટે છે.એક પીઢ અને તેજસ્વી સંપાદિકા તરીકે શ્રી લતાબેને અથાગ પરિશ્રમ અને વિરલ સાહિત્ય સૂઝ દાખવ્યાં છે અને ગુજરાતી સાહિત્યની, સાહિત્ય સર્જકોની અપૂર્વ સેવા કરી છે.૬૦૦૦૦લોકો સુધી પહોંચીને આ વેબસાઈટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે અને પ્રતિષ્ઠા પણ મેળવી છે.કોઈ પણ ભાષામાં આવી વેબસાઇટ હોવી તે ગૌરવની વાત છે. ” કાવ્ય વિશ્વ”સતત પ્રગતિ સાથે આગેકૂચ કરતી રહે અને નિત્ય નૂતન મંઝિલો સર કરતી રહે તેવી અઢળક અઢળક હાર્દિક શુભેચ્છાઓ ! વેલડન, લતાબેન!
પ્રફુલ્લ પંડ્યા

કિશોર બારોટ 03-10-2022 – આપની કાવ્યનિષ્ઠાને સાદર વંદન. ભવિષ્યમાં ગુજરાતી કવિતાના ઇતિહાસમાં પણ ‘કાવ્ય વિશ્વ’ની નોંધ સુવર્ણ અક્ષરે લખાય તેવી શુભકામનાઓ. 🌹

Devika Dhruva 28-09-2022 – Great work. Congratulations, Latabahen

જાગ્રત વ્યાસ 24-09-2022 – વાહ, ગૌરવવંતા ગુજરાતી તરીકે આપને ખૂબ ખૂબ અભિનંદન 🌹આપ જેવા વ્યક્તિને કારણે ગુજરાતી સાહિત્ય આટલું સમૃદ્વ છે.

રાજુલ કૌશિક શાહ 10-08-2022 – અભિનંદન લતાબહેન, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તમે પોંખાવ છો એનો આનંદ છે. ભાગ્યેશભાઈ સાથે તમારો સંવાદ ખૂબ મઝાનો રહ્યો. ગુજરાતી ભાષા અને પદ્ય માટેની તમારી પ્રીતિ અને પ્રતિબદ્ધતા સ્પર્શી ગઈ.

સિલાસ પટેલિયા 09-08-2022 – શ્રી ભાગ્યેશ ઝાએ આપની લીધેલી મુલાકાતવાળો કાર્યક્રમ પણ જોયો, આપની વાતો સાંભળી. આનંદ. અભિનંદન. આભાર. ખૂબ શુભેચ્છાઓ.

મનોહર ત્રિવેદી 08-08-2022 – લતાબહેનની યાત્રા શિખર તરફની છે. એમાં હાંફ ચડે એવો સ્પર્ધાભાવ નથી. આ યાત્રા તો ચરણને એનું કામ સોંપીને મૉજ લૂંટવા માટેની છે. ધન્યવાદ.

સાજ મેવાડા 08-08-2022 – સારા કામ માટે, સમયનો ભોગ આપી આપ ખૂબ મહેનત કરી રહ્યાં છો. નોંધ તો લેવાવી જ જોઈએ.

વંદના શાંતુઇન્દુ – તમે  અકલ્પનીય કામ કર્યું છે ભેદભાવ રહિત.

જાગ્રત વ્યાસ – આપને ખૂબ ખૂબ અભિનંદન

Piyush Chavda – મજા પડી. અભિનંદન બહેન

Shailesh pandya bhinash – Wah.

હિના મોદી – ખૂબ જ સરસ વાતો કહી. અછાંદસ કાવ્યથી હદય રડી પડ્યું.

છબીલભાઈ – આપની તથા ઝા સાહેબ નો વાર્તાલાપ સાંભળયો આપ દરરોજ કાવ્યવિશ્ર્વ ને ત્રણ કલાક ફાળવો ત્યારે લીંક મુકી શકાય તે જાણી ખુબજ આનંદ થયો કે આપ કેટલી સાહિત્ય ની સેવા બિનસ્વાર્થ કરોછો આજે કોઈ ને સમય નથી ત્યારે આપ આટલી મહેનત ફક્ત સાહિત્ય અને કાવ્યપ્રેમ ને કારણે કરો છો તે ધન્યવાદ ને પાત્ર છે આપ હમેશા કાવ્ય સેવા કરતા રહો તેવી શુભકામના આભાર લતાબેન

સંધ્યા ભટ્ટ – અભિનંદન

સુધા ઝવેરી – હમણા જ જોયું. સરસ રહ્યું. ગમ્યું. ‘ કાવ્ય-વિશ્વ’ પાછળની આપની જહેમત તો આમેય અનુભવી શકાય છે, પણ આજે વિગતે જાણવા મળ્યું. બહુ સાચી વાત છે કે આજે કોઈ પાસે પુસ્તકો મેળવી, નિરાંતે બેસીને વાંચવાનો સમય કે ધીરજ નથી. ત્યારે ‘કાવ્યવિશ્વ’ જેવો કવિતા માટેનો એક સર્વગ્રાહી ઉપક્રમ ખૂબ જ ઉપકારક નીવડે છે સૌને સાહિત્ય સાથે જોડી રાખવા માટે. ધન્યવાદ!

 

3 Responses

  1. દક્ષા વ્યાસ says:

    લતાબેન, તમે આ વાગ્દેવીની અખંડ ઉપાસનામાં જે વૈવિધ્ય અને સત્ત્વ પીરસી રહ્યાં છો તેને માટે તમને ભૂરિ ભૂરિ અભિનંદન…તમારો આ યજ્ઞ અખંડ ચાલતો રહો એ જ શુભેચ્છા…
    ………….દક્ષા વ્યાસ

  1. 09/10/2023

    […] 2.ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા દ્વારા ‘કાવ્યવિશ્વની સફર’ વિડીયો મુલાકાત લેવાઈ અને તા. 6 ઓગસ્ટ 2022ના રોજ સાહિત્ય અકાદમીના ફેસબુક પેજ પરથી એનું પ્રસારણ થયું. https://www.kavyavishva.com/?p=3155‘ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: