અનિલ જોશી ~ ઝાકળભીનાં ઝાડ કનેથી

ઝાકળભીનાં ઝાડ કનેથી વળાંક લઈને
સવારનો નીકળતો તડકો
કૂદે પહાડના પહાડ
મકાઇના ખેતર શેઢેથી જાગી ઊઠતું મન
જેમ કોઈ સુક્કા ખડની
સળી પવનના ટેકે ઊભી થાય
પહાડ ઉપરથી ગણગણતી
કેડીનો પડતો ધોધ
દૂરની ખોબા સરખી ઝૂંપડીમાં બંધાય
પાનપાનની વચ્ચે 
નભના વેરણછેરણ ટુકડાઓ વીંઝાતા લાગે
આ તે કેવું ઝાડ !
ઝાકળભીનાં ઝાડ કનેથી
વળાંક લઇને
સવારનો નીકળતો તડકો
કૂદે પહાડના પહાડ !!……….

~ અનિલ જોશી

2 thoughts on “અનિલ જોશી ~ ઝાકળભીનાં ઝાડ કનેથી”

  1. 'સાજ' મેવાડા

    વાહ, ખૂબ સરસ પ્રકૃતિ અછાંદસ..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *