Tagged: vasant parikh

રવિગાન

ઘણના ઘા નહીં પણ નાચતા કૂદતા જળનું સંગીત કાંકરાને સુંવાળા બનાવે છે. ** પુષ્પોનું મધુ ચૂસીને ભ્રમરો આભારનું ગુંજન કરતાં ઊડી જાય છે. વરણાગિયા પતંગિયાઓને બેશક એમ લાગે છે કે ફૂલોએ તેનો ઉપકાર માનવો જોઈએ. ** બધી ભૂલો રોકવા માટે...

રવિગાન

પાત્રમાંનું પાણી ચળકતું હોય છે ; સાગરના જળ શ્યામવરણાં હોય છે. નાના સત્યની વાણી સ્પષ્ટ હોય છે ; મહાન સત્યનું મૌન મહાન હોય છે. ** જે કાંઇ અલ્પ છે તે હું મારા પ્રિયજનો કાજે મૂકતો જાઉં છું – જે મોટું...

રવિગાન

પોતાના નવલખ તારલા જેણે ખોયેલા છે તેવા પ્રભાતની સન્મુખ, પોતે ગુમાવેલાં ઝાકળ બિંદુ કાજે ફૂલ કલ્પાંત કરે છે. ** જીવનનાં નર્યા ધુમ્મસો અને ધુમાડાઓને આપણી કામના મેઘધનુષના રંગો વડે સજાવે છે. ** પોતાનાં જ ખીલવેલા પુષ્પોને માનવી પાસેથી ઉપહાર રૂપે...

રવિગાન

પંખીને મન એમ થાય છે કે હું વાદળ હોત તો કેવું સારું ! વાદળ વિચારે છે કે હું પક્ષી હોત તો કેવું સારું ! ** જળની માછલી મૂંગી છે, ધરતી પરનું પ્રાણી શોર કરે છે, હવામાંનું પંખી ગાય છે. પણ...

રવિગાન

ખોટાને પરાજ્ય પોસાતો નથી, સાચાને પોસાય છે.. ** પરમાનંદના અવિરત વિસ્ફોટ સમી આ પુષ્પોની વૃષ્ટિ કરનારો ફૂવારો ક્યાં હશે ? ** પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ગુમાવી નથી. ** તણખલું પોતાને સંગ...

રવિગાન

 હે નાથ, જેમની પાસે તારા સિવાય સર્વ કાંઇ છે તેઓ, જેમની પાસે તારા સિવાય બીજું કશું જ નથી તેમની હાંસી કરે છે. ** સાગર જેમ પૃથ્વીને ઘેરી વળેલો છે તેમ હે નારી તારા આંસુની ગંભીરતા વડે તું સંસારના હૈયાને ઘેરી...

રવિગાન

જીવન સુંદર હજો વસંતના પુષ્પો જેવું, મૃત્યુ પાનખરના પાંદડા સમું. ** ‘ફળ ઓ ફળ ! તું મારાથી કેટલું દૂર છે ?’ ‘તારા હૈયામાં જ લપાઈને બેઠું છું હે ફૂલ !’ ** આ તલસાટ તેને માટે છે જેનો અંધકારમાં અણસાર આવે...

રવિગાન

શાંત થા મારા હૃદય, આ મહાકાય વૃક્ષો રૂપે અહીં પ્રાર્થના ચાલી રહી છે. ** ક્ષણનો ઘોંઘાટ શાશ્વતીના સંગીતનો ઉપહાસ કરે છે. ** વાદળું વિનમ્રભાવે આકાશના એક ખૂણામાં ઊભું હતું. પ્રભાતે તેના મસ્તકે વૈભવનો મુગટ પહેરાવ્યો. ** માટી અપમાન પામે છે...