રવિગાન

પંખીને મન એમ થાય છે કે હું વાદળ હોત તો કેવું સારું ! વાદળ વિચારે છે કે હું પક્ષી હોત તો કેવું સારું !

**

જળની માછલી મૂંગી છે, ધરતી પરનું પ્રાણી શોર કરે છે, હવામાંનું પંખી ગાય છે. પણ મનુષ્યની અંદર મહાસાગરનું મૌન, પૃથ્વીનો કલશોર અને હવાનું સંગીત રહેલું છે.

**

આકાશના તારાને આગિયા જેવા દેખાવામાં સંકોચ નથી થતો.

**

હું સત્તાના રથનું કોઈ ચક્ર નથી – પણ તેની હેઠળ કચડાઈ રહેલા જીવો સાથે મારું એકત્વ અનુભવું છું. તે બદલ તારો ઉપકાર માનું છું.

સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: