શૈલેષ પંડ્યા ‘નિશેષ’ ~ હું નથી

હું નથી આ હું ને તું પણ તું નથી,

જીવતરમાં એટલે ખુશ્બુ નથી.

છે કસુંબલ પ્રેમનો પ્યાલો ભલા,

આંખ એની બીજુ કંઈ જ કશુ નથી.

આ નદી હરખે ગઈ સાગર ક્ને,

સાગરે કંઈ આવવા કીધું નથી.

હાથ મહેંદી મુકેલા સોંપ્યા પછી,

ઘરનું ઘર પાસે કંઈ બચ્યું નથી.

ઓરડાનુ રડવું એ શું જાણે ?

આંસુ જેણે કોઈનું લુછ્યું નથી.

ઓ હવા! જાસો તું કાં દે મોતનો,

શ્ચાસ સિવાઈ મે કંઈ લીધું નથી.

બાંકડો આ બાગને એકાંત મારું,

આ હયાતી નામે કંઈ બીજુ નથી..

શૈલેષ પંડ્યા ‘નિશેષ’

સંબંધોમાં સતત સહવાસ એક જડતા લાવી શકે છે અને સંબંધને સુગંધ વગરનો બનાવી શકે છે, પહેલા શેરમાં આ વાત કેવી સરસ રીતે કહી છે ! ત્રીજો શેર પણ એટલો જ ગમ્યો.

10.4.21

1 Response

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    હવા સાથે મિત્ર જેવો સંવાદ કરતા કવિની સ-રસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: