રવિગાન

ખોટાને પરાજ્ય પોસાતો નથી, સાચાને પોસાય છે..

**

પરમાનંદના અવિરત વિસ્ફોટ સમી આ પુષ્પોની વૃષ્ટિ કરનારો ફૂવારો ક્યાં હશે ?

**

પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ગુમાવી નથી.

**

તણખલું પોતાને સંગ ધરતી પર ઘાસની ભીડમાં શોધી લે છે, વૃક્ષ પોતાનું એકાંત આકાશમાં ખોળે છે.

વસંત પરીખ ‘રવિ લહર’ P 118

25.4.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: