રવિગાન

પોતાના નવલખ તારલા જેણે ખોયેલા છે તેવા પ્રભાતની સન્મુખ, પોતે ગુમાવેલાં ઝાકળ બિંદુ કાજે ફૂલ કલ્પાંત કરે છે.

**

જીવનનાં નર્યા ધુમ્મસો અને ધુમાડાઓને આપણી કામના મેઘધનુષના રંગો વડે સજાવે છે.

**

પોતાનાં જ ખીલવેલા પુષ્પોને માનવી પાસેથી ઉપહાર રૂપે પાછાં પ્રાપ્ત કરવાની ઈશ્વર રાહ જોતો રહે છે.

**

ફળની સેવા મૂલ્યવાન છે. ફૂલની સેવા મધુર છે પણ મારી સેવા નમ્ર ભક્તિભરી પાંદડાની છાયા સમી હજો.

**

આ ઝંઝાવાત તેં, પૃથ્વી જેના પ્રેમની અવહેલના કર્યા કરે છે તેવા કોઈ વેદનાગ્રસ્ત દેવતાના ચિત્કાર સમાન છે.

**

નિષ્ફળ નીવડેલાં પ્રેમ થકી જીવન વધુ સમૃદ્ધ બન્યું છે.

સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ 

28.3.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: