રવિગાન

 હે નાથ, જેમની પાસે તારા સિવાય સર્વ કાંઇ છે તેઓ, જેમની પાસે તારા સિવાય બીજું કશું જ નથી તેમની હાંસી કરે છે.

**

સાગર જેમ પૃથ્વીને ઘેરી વળેલો છે તેમ હે નારી તારા આંસુની ગંભીરતા વડે તું સંસારના હૈયાને ઘેરી વળેલી છે.

**

સૂર્યનો પ્રકાશ મને સ્મિત વડે વધાવે છે. વર્ષા, તેની વિષાદમય બહેન મારા હૃદયની સાથે ગોઠડી કરે છે.

**

સંધ્યાનું આકાશ એ મારે મન કોઈ બારી છે, ત્યાં દીપક જલે છે, અને તેની પાછળ કોઈ પ્રતીક્ષા કરી રહ્યું છે.

**

બીજાનું ભલું કરવા માટે જે ઘાંઘો થઈને ફરે છે, તેને જાતે ભલા થવાનો વખત નથી મળતો.

સાભાર : ‘રવિ–લહર’ – વસંત પરીખ 

2.5.21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: