વિનોદ જોશી ~ પહેલો શ્વાસ * Vinod Joshi
મેં પહેલો શ્વાસ લીધો
એ જ ક્ષણે ચાલ્યું ગયું
મારું મૃત્યુ મારાથી દૂર,
મારી સંમતિ વગર મને જીવન આપીને.
મેં તો શ્વાસ લીધો હતો
કંઈ જીવન માંગ્યું નહોતું.
મેં ત્યારે જ ગુમાવી દીધું હતું
અનાયાસ મળેલા મારા મૃત્યુને.
એ ક્ષણ પછી
મારાથી એ દૂર દૂર ભાગતું જ રહ્યું છે.
હવે એ કહે છે:
હું પાછું આવીશ મારી મરજીથી
હું કહું છું:
ભલે આવ
પણ તારી મરજીથી નહીં
પહેલો શ્વાસ તેં મને આપ્યો હતો
હવે છેલ્લો શ્વાસ આપીશ હું તને
મારી મરજીથી…
~ વિનોદ જોશી
વિનોદભાઈના કાવ્યોમાં નોખું જ તરી આવતું કાવ્ય. કેટલા અધિકારથી અને ખુમારીથી આ કાવ્યનો કવિ અંત લાવે છે!
જુદીજ ભાતની રચનાઓના બાદશાહ કવિ વિનોદ જોશીને ધન્યવાદ
વાહ ખુબ સરસ રચના છેલ્લો શેર લાજવાબ અભિનંદન વિનોદભાઈ
જીવન અને મૃત્યુનો જોશીલો સંવાદ
વિનોદભાઈ જે કાંઈ રચે એ લાજવાબ બની જાય છે.અભિનંદન.
આવી મરજી તો કવિ જ દાખવી શકે!