હરિહર જોશી ~ કોઈની વાટ નીરખતો * Harihar Joshi

કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છું
અધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું

હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચે
ડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું

ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈ
ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું

અજાણ્યા માર્ગમાં મળશે બીજો પંથી એ આશામાં
હું રસ્તે આંખ પાથરતો હજી હમણાં જ બેઠો છું

મુઢ્ઢીભર આગિયા સાથે હતા અજવાળવા રસ્તો
તમસમાં ખુદ ઝળહળતો હજી હમણાં જ બેઠો છું

~ હરિહર જોશી

કવિના જન્મદિને સ્મૃતિવંદના

2 Responses

  1. 'સાજ' મેવાડા says:

    ખૂબ સરસ ગઝલ. અમુક સમય પછી આરામ કરવા ની ઈચ્છા થાય એમ લાગે ત્યારે કહેવાય કે, ” હમણાં જ બેઠો છું”

  2. Kavyavishva says:

    સૌ મુલાકાતીઓનો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: