હરિહર જોશી ~ સખી

સખી ! પરણ્યાને હળવે જગાડું !

વહેલી સવારનું સપનું મમળાવતી
હું ખુદના પડછાયામાં ભળતી
વીતેલી રાત મારી આંખ્યુંમાં કોણ જાણે
ઘી ‘ને કપૂર જેમ બળતી
હવે અધમણ રૂની બાળી દિવેટ એના અજવાસે આભલાં લગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

મેડી છોડીને ચાંદ ચાલ્યો ઉતાવળો
એ પલકારે વહી ગઈ રાત.
કહેતાં કહેતાંમાં પ્હો ફાટ્યું ને
સાવ મારી કહેવાની રહી ગઈ વાત !
એવું થાતું કે પે…લા બુઝાતા ચાંદને ઝાલરની જેમ રે ! વગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

પીપળા સન્મુખ જઈ ઊભી રહું તો
મારી માનેલી માનતાઓ ફળતી
એવી શ્રદ્ધાથી નિત મસ્તક નચાવી
હું મીઠા ઉજાગરાને દળતી
મને ચીડવતું ગામ કહીઃ ‘ભાંગ્યું ભરૂચ તો કોઈ કહે ભાંગ્યું રજવાડું ! ‘
સખી ! પરણ્યાને હળવે જગાડું !

~ હરિહર જોશી

કવિના જન્મદિને સ્મૃતિવંદના

6 thoughts on “હરિહર જોશી ~ સખી”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    નાજુક હાથે શૃંગાર-સ્પર્શનું આકર્ષક ગીત

  2. નાજુક, નમણું મજાનું ગીત.. અભિનંદન.

  3. Kirtichandra Shah

    Yes નમણું નાજુક મજાનું ઞીત: મારા પણ અભિનંદન

  4. 'સાજ' મેવાડા

    ખૂબ સરસ ગીત છે પહેલી પંક્તિમાં લાગણી વણાઈ ગઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *