ડો. પુરુષોત્તમ મેવાડાના પસંદગીના શેર

*હું પણ છું ને તું પણ છું, અવઢવમાં છું
કાચ છું કે દર્પણ છું, અવઢવમાં છું

*આંખોનો ઈતિહાસ લખો
આંસુ શું છે? ખાસ લખો.

*રેલના પાટા સમો સંબંધ છે
આપણો કેવો ઋણાનુબંધ છે.

*હવે પાછો વળે ના ‘સાજ’ લઈને પંથ અનહદનો
તરાવે કે ડૂબાડે, જાતની પરવા નથી કરતો.

*બધા ઘૂવડ બની બેઠાં છતા઼ં
અઘોરી મૌન પીગળતું રહે.

*તું જો નજર મારા તરફ કરતો નથી, તો શું થયું
શ્રદ્ધા વગર સંસારમાં જીવી જવું સ્હેલું નથી.

*એક મૂઠ્ઠીભર હ્રદયના ગોખમાં
કેટલું કેવું સમાતું હોય છે.

*ઘણો લાચાર જોયો બાગનો માળી
જમાનો ફૂલ સાથે ડાળ તોડે છે.

*નથી જીવવાના અવરને ઇશારે
અમે ચાલવાના ચીલો ચાતરીને.

*એજ બીબાંઢાળ માણસ જન્મશે કાળે કરી
કોઈ તો તલવાર બનશે કોઈ બખ્તર થઇ જશે.

~ ડો. પુરુષોત્તમ મેવાડા

કાવ્યસંગ્રહોમાંથી

‘મઝધાર’ 2017 ધબક પ્રકાશન

અને ‘સન્નાટાની પળો’ 2021 સાયુજ્ય પ્રકાશન

7 thoughts on “ડો. પુરુષોત્તમ મેવાડાના પસંદગીના શેર”

  1. ઉમેશ જોષી

    સકળ શેર મનને સ્પર્શી જાય છે..
    અભિનંદન.

  2. ગુલામ અબ્બાસ નાશાદ

    સરસ શેરોનો ગુલદસ્તો

  3. દિનેશ ડોંગરે નાદાન

    મેવાડા સાહેબ અમારી બુધસભા ના નિયમિત સભ્ય, ખૂબ ખૂબ સુંદર ગઝલો લખે છે. અભિનંદન.

  4. સાંજ મેવાડા

    આદરણીય લતાજી આપનો ખૂબ આભારી છું, નમસ્કાર.

    1. સાજ મેવાડા

      ભૂલ સુધારી વાંચશો
      ‘સાજ’ છે સાંજ નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *