લતા હિરાણી ~ અમે રે અંધારા * Lata Hirani * Falguni Shashank

અમે રે અંધારા આછાં ગોખના
તમે ઝલમલ અજવાસ
અંતર કોરું ને કોરું આયખું
કોરા આંસુ રે લગાર
ક્યારે ઢળશું રે ભીની આંખથી……

તમે રે ગોરંભ્યા નભનાં છાંયડા
અમે નેજવાની ધાર
અચરજ ફૂટે છે સૂના ઊંબરે
ઊગ્યાં કેમ રે આવકાર
ક્યારે ઢળશું રે ભીની આંખથી……

મનમાં મળ્યાં ને મનમાં મ્હાલિયા
નીતરે સમણાંનો સાર
અડખે પડખે રે કોરાં કાળજાં
વેરે દરિયાનો ખાર
ક્યારે ઢળશું રે ભીની આંખથી……

લતા હિરાણી (કાવ્યસંગ્રહો : 1. ઝળઝળિયાં  2. ઝરમર)

પ્રકાશિત > નવનીત સમર્પણ > ડિસેમ્બર 2017

ડો. ફાલ્ગુની શશાંકના મીઠા સ્વરમાં આ ગીત સાંભળો. 

આજે ડો. ફાલ્ગુનીબહેનનો જન્મદિવસ છે. એમને અભિનંદન અને મારું આ ગીત આટલું સુંદર કમ્પોઝ કરી એમના મીઠામધુર કંઠે રજૂ કરવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર – લતા 28.4.23

OP 8.12.21

કાવ્ય : લતા હિરાણી * સ્વરાંકન અને સ્વર : ડો. ફાલ્ગુની શશાંક

મનોહર ત્રિવેદી 14-01-2022

અમે રે અંધારાં આછાં ગોખનાં…હું મારી નાની બહેન પાસે આવાં લયઢાળવાળાં ગીતોની સદા પ્રતીક્ષા કરતો રહીશ.

વંદન મનોહરભાઈ – લતા

Kirti Shah 11-12-2021 O Very much agree with others about your GazaL

Varij Luhar 09-12-2021 કવયિત્રી લતા હિરાણી નું સુંદર કાવ્ય અને ખૂબ સરસ સ્વરાંકન

Raksha Shukl 08-12-2021 ખૂબ સુંદર શબ્દો…વાહ લતાબેન…અદભુત ગાયકી, ફાલ્ગુનીબેન…👌🏻👌🏻👌🏻🌷

Falguni 08-12-2021 Khub aabhar Lataben .Adbhoot shabdo aap na

સાજ મેવાડા 08-12-2021 ખૂબજ સરસ ગીત લતાજી, સવાર સુધરી ગઇ. સરસ સ્વરાંકન અને ગાયન.

છબીલભાઈ ત્રિવેદી 08-12-2021 અમેરે અંધારા આછા ગોખ ના આજના કાવ્યવિશ્ર્વ નુ આપનુ કાવ્ય ખુબજ ગમ્યું ખુબ ખુબ અભિનંદન આભાર.

સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર – લતા હિરાણી

15 Responses

  1. Varij Luhar says:

    વાહ.. ખૂબ સરસ..

  2. ઉમેશ જોષી says:

    ડૉ.ફાલ્ગુનીબેનને જન્મ દિવસની સુકામનાઓ.
    લતાબેનની અપ્રતિમ રચના અને ડૉ.ફાલ્ગુનીબેનનું સ્વરાંકન અદ્ભૂત સમન્વય છે.
    અભિનંદન.

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    ભાવના અને વિચાર,શબ્દ અને સુર-બધાનું સુંદર મધુર સાયુજ્ય

  4. Renuka Dave says:

    ખૂબ સરસ ગીત અને સરસ મજાનું સ્વરાંકન… લતાબેન અને ફાલ્ગુની બેનને ખૂબ ખૂબ અભિનંદન..
    ફાલ્ગુની બેનને જન્મદિવસની ઘણી ઘણી શુભેચ્છાઓ

  5. દિલીપ જોશી says:

    લતાબેન,
    આવા ઉત્તમ ભજનનભાવના ગીતો અદભુત આહ્લાદ આપે છે.એમાં પાછો ફાલ્ગુનીબેનનો તાજપભર્યો કર્ણપ્રિય સ્વર ગીતની ઊંચાઈ વધારી દે છે.આવુ સ્વર અને શબ્દનું તાલમેલ ભર્યું સાયુજ્ય બહુ ઓછું જોવા સાંભળવા મળે છે. ત્યારે આ ગીતનું મૂલ્ય આપોઆપ વધી જાય છે. જય હો.ફાલ્ગુનીબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  6. સાંજ મેવાડા says:

    ખૂબ સુંદર શબ્દોનું ચયન, અને અદ્ભૂત ભાવવિશ્વ છે આ ગીતમાં. ફરી ફરી સાંભળવું ગમે એવું છે. આદરણીય લતાજી, અને મનભાવન સ્વરાંકન, ગાન માટે ડો. ફાલ્ગુની શશાંક ને અભિનંદન, શુભેચ્છાઓ.

  7. વાહ વાહ ખુબ સરસ રચના અને અેટલોજ મીઠો સ્વર સોના મા સુગંધ અભિનંદન

  8. અરવિંદભાઈ દવે, ગારિયાધાર says:

    વાહ….વાહ….
    શું આલેખન કર્યું છે લતાબેન….!!!
    અને એવું જ અદ્ભુત ફાલ્ગુનીબેનનું સ્વરાંકન…..અને સાથે સાથે કોઈ જુનું ગુજરાતી Playback સાંભળતા હોઈએ એવું સુમધુર અને કર્ણપ્રિય સંગીત…..અભિનંદન….
    હંમેશા સર્વાંગ સુંદર આપતા રહો છો એ માટે આભાર લતાબેન…

  9. Kavyavishva says:

    ખૂબ ખૂબ આભાર અરવિંદભાઇ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: