હીરાબહેન રા. પાઠક ~ મિલનની સાથ * Hirabahen Pathak

મિલનની સાથ
ગતકાલ કેરો ભારેલો જે ભાર
આક્રન્દરૂપે ફૂટે, વદું વેણ;
‘આ જીવિત ના જોઇએ.’
કંધે દઇ હસ્ત, કરુણાએ કહ્યું:

‘કાચું ફળ બિનપક્વ, ભોંયે તે શું પડે?
દેહાવધિ વિણ શું કે જીવિત ખરી પડે?
સમજીને લેખી ઇષ્ટ, જીવ્યે જવું;
ઇષ્ટ જીવન જીવ્યે જવું,
ન શું એ જ જીવિતનો મર્મ?’

હજુ સુણું – ન- સુણું વેણ.
તમ થાવું અદ્રશ્ય – અલોપ.
મારું રૂદન – અસહાય્ય લાચારી ,
અને પ્રિય!
મારી આ દુર્ભાગી જલછાયી દૃષ્ટિને
તમ શુભ્રોજ્જ્વલ વસ્ત્રાંતનો
હજીયે ‘છ સ્પર્શ,
એ જ વિરમું હું .

લિખિતંગ
દુર્ભાગી, એકાકી
હું

– હીરાબહેન રા. પાઠક  (પરલોકે પત્રમાંથી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: