પ્રણવ ઠાકર ~ કાજલ કરેલી આંખને * Pranav Thakar

કાજલ કરેલી આંખને વાંચી શકે તો વાંચજે,
વાદળ ભરેલી વાતને જાણી શકે તો જાણજે…..

તારા અને મારા ઉપર લખતો રહ્યો જે હેતથી,
એ વારતાના અંતને ધારી શકે તો ધારજે….

કંટક ભલેને મારગે, પણ મોજ કરવી હોય તો,
તું ભાન ભૂલીને સતત નાચી શકે તો નાચજે…..

આ પાર છે મારું નગર ને પાર પેલે તું રહે,
બસ આ રીતે સહવાસ ને માણી શકે તો માણજે….

ચર્ચા ઘણી ફોગટ કરી છે શાસ્ત્રની તેં રાત દી’
જો મૌન થઈને શબ્દને સાધી શકે તો સાધજે….

દિવસો ગયા, વરસો વહ્યાં; અંધાર ઘેરા ઓરડે,
સૂરજ ઉદયનો છે સમય, જાગી શકે તો જાગજે….

ના, સ્હેજ પણ પરવા નથી પાગલ ‘પ્રણવ’ને પ્રાણની,
વહેલી સવારે સ્નેહથી માંગી શકે તો માંગજે….

~ પ્રણવ ઠાકર ‘પાગલ’

જેમણે ઉપનામ ‘પાગલ’ રાખ્યું છે એ વાદળભરેલી વાત કરી જ શકે….  

અલબત્ત આંખ માટે ‘કાજલ કરેલી’ને બદલે બીજું કૈંક હોત તો વધુ જામત

પણ આ શરૂઆત ગમી ગઈ

ચોથા શેરમાં, સામસામે કિનારે રહીને પ્રેમમાં જીવ્યા કરવાની વાત પણ ‘ઝીણી’ છે!

10 Responses

  1. વાહ વાહ ખુબ સરસ રચના અને અેટલોજ સરસ આસ્વાદ અભિનંદન

  2. જ્યોતિ હિરાણી says:

    Majani gazal

  3. પ્રણવ says:

    દિલ થી આભાર .
    પ્રણવ

  4. પ્રણવ says:

    લતાબહેન ખૂબ સરસ આસ્વાદ આભાર🌹

  5. સરસ ગઝલ.

  6. હરીશ દાસાણી.મુંબઈ says:

    મૌન થઈ શબ્દ સાધના કરવાની વાત બહુ જ સુંદર

  7. નબળી ગઝલ… શેર-સંખ્યા પર પણ કાબૂ રાખી શકાયો હોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: