અમૃત ઘાયલ ~ ઊભો છું Amrut Ghayal

કંઈ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું

આ તારી ગલીથી ઊઠી જવું, સાચે જ નથી મુશ્કિલ કિન્તુ
તું સાંભળશે તો શું કહેશે, બસ એ જ વિચારે ઊભો છું

સમજાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ઘેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઊભો છું

જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતાં
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઊભો છું.

~ અમૃત ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: