રેખાબા સરવૈયા ~ અરીસાની સપાટી * Rekhaba Sarvaiya

અરીસાની સપાટી પર ઝીલાતાં

ધોધમાર વરસાદનાં પ્રતિબિંબ ઉપર

ધ્રુજતી આંગળીનો તરાપો

ફરતો રહ્યો

ટાઢો પવન

ભીતરને વીંઝતો રહ્યો

અને અચાનક

નજરની હોડી

ઊંધી વળી ગઇ !

એ છોકરીની આંખોમાં

ઊમટેલાં પૂરમાં… !

~ રેખાબા સરવૈયા

લાંબા વિરહ બાદ થયેલા દર્શનનું આ શબ્દચિત્ર છે.. આમાં સુખ છે ને પીડા પણ એટલી જ છે

એક અરસા બાદ આજે એને જોઇ

એની આંખોને ધારીને જોતાં

મળી આવ્યાં કેટલાંય ખોવાઇ ગયેલાં ચોમાસાં !

~ રેખાબા સરવૈયા

આ ભાવને કયું નામ આપીશું ? જેણે ઝીલ્યા છે કે જીરવ્યા છે એને કોઇ નામની, શબ્દની જરૂર ખરી ?

બપોરી વેળાએ વરસતા વરસાદે

આંખને પાણીની આરપાર

કરી નાખવાની ઘટનાને

લોકો ચોમાસું કહે છે !!…..

~ રેખાબા સરવૈયા

11 Responses

  1. Kirtichandra Shah says:

    Rekhaba ni rachnao gami che Dhanyvad

  2. રેખાબા સરવૈયા અેટલે ખુબ સરસ લઘુકથા અને અેટલાજ ઉતમ કાવ્યો પ્રસ્તુત કાવ્યપણ માણવા લાયક અધિકારી અને લેખક અેવા કવિયત્રી ને ખુબ ખુબ અભિનંદન

  3. રેખાબેન ભટ્ટ says:

    રેખાબા સરવૈયાની કવિતાઓ અને લઘુકથાઓ… બંન્ને ખૂબ ગમે છે. થોડામાં ઘણું કહી દેવાની રીત…. વાહ….

    લતાબેન, કાવ્યવિશ્વનું page જોવું એટલે એમાં જ ખોવાઈ જવું. હું તો થોડી નિરાંત હોય ત્યારે જ clik કરું. નહીંતર એક મજાના કાવ્યમાં થી બીજું તરત આવતું જાય બધાંયે કાવ્યો, ગીત, ગઝલ એવાં કે ફરી ફરીને વાંચ્યા જ કરીએ… જ્યારે વાંચીએ ત્યારે કંઈક નવું જ લાગે… કાવ્યવિશ્વમાં જાણે ભાવવિશ્વ ઉઘડતું જાય. 💐💐💐💐

    • Kavyavishva says:

      આવા સરસ પ્રતિભાવ ઉત્સાહ વધારી દે છે રેખાબેન. વાંચતાં રહો….

  4. Minal Oza says:

    નજરની હોડીનું કલ્પન કાવ્યનાં ભાવને સાર્થક બનાવે છે. કવયિત્રીને અભિનંદન.

  5. શૈલેષ પંડયા નિશેષ says:

    ખુબ જ સરસ. શબ્દ ચિત્ર….કવયિત્રી ને.. અભિનંદન

  6. ઉમેશ જોષી says:

    વાહ..નજરની હોડી..
    ખૂબ સરસ અછાંદસ રચના છે.

    અભિનંદન.

  7. Varij Luhar says:

    નજરની હોડી… વાહ.. સરસ કાવ્ય આસ્વાદ

  8. હરીશ દાસાણી.મુંબઈ says:

    રેખાબા સરવૈયાના લઘુકાવ્યોમાં ઉત્કટ ઊર્મિઓ કલાત્મક રીતે વ્યક્ત કરેલ છે. અભિનંદન.

  9. આ અભિવ્યક્તિની રચના ગમી.

  10. Anonymous says:

    Vahh congregation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: