રવીન્દ્ર પારેખ ~ વિરહ

તું નથી ત્યારે

તારાં નહીં વહેલાં આંસુઓ 

વહેંચવા નીકળ્યો છું

એક ટીપું કાલે ઊગનારી કળીએ લઈ લીધું

ને બીજી સવારે એ સૂર્યકિરણમાં ચમકયું

પાંખડીઓ પર !

એક ટીપું સૂકાં સરોવરે માંગ્યું

ને સવારે તો તે

કમળોથી છલછલી ઊઠ્યું !

સાતે સમુદ્રો પાસે તેમનાં આંસુ તો હતાં જ !

તોય તારાં આંસુ અનેક છીપમાં સંઘર્યાં

પછી તો મોતીઓ વેરાયા વૈશ્વિક ચોકમાં

વાદળોએ પણ માંગ્યાં તારાં આંસુઓ

ને રાતભર એટલાં ટીપાં

વરસ્યાં કે

ઉઘાડ નીકળતાં જ લીલાશ લહેરાઈ ગઈ પૃથ્વી પર !

આકાશે કહ્યું કે હું નહીં સાચવી શકું એને

ને તેણે ઉછાળી મૂક્યાં આંસુઓ બ્રહ્માંડમાં

એ પછી રોજ તારાં આંસુઓ

તારાઓ થઈને ચમકે છે

તું નથી એનું દુઃખ હતું

પણ હવે થાય છે કે

ક્યાં નથી તું…!

~ રવીન્દ્ર પારેખ

સ્મૃતિબુંદોની ઝળહળ

9 Responses

  1. સરસ મજાની રચના ઝાકળ બિંદુ જેવી તાજગી સભર રચના આભાર લતાબેન

  2. ઉમેશ જોષી says:

    કવિ શ્રી રવીન્દ્ર પારેખની અછાંદસ રચના વિરહ મનને સ્પર્શી જાય છે.

  3. Kirtichandra Shah says:

    ગાંધી અને ગાંધી મૂલ્યો ની શાશ્વતી હાજરી ને બિરદાવતી આ કવિતા હૃદય સ્પર્શી છે

  4. Anonymous says:

    પ્રકૃતિનાં તત્વો કવિની સંવેદનાનાં ઉદ્દીપક બન્યાં છે.

  5. હરીશ દાસાણી.મુંબઈ says:

    વિવિધ અર્થછાયાઓ ઉત્પન્ન કરતી સમૃદ્ધ કૃતિ. ભાવપૂર્ણ બુદ્ધિનિષ્ઠ.

  6. Anonymous says:

    ‘ તું નથી ત્યારે ‘ ખૂબ સરસ કાવ્ય

  7. ખૂબ સુંદર રચના… રૂપકોનો અદભુત પ્રયોગ….

  8. પ્રજ્ઞા વશી says:

    ખૂબ જ સરસ‌ રચના ,વાહહહ

  9. વાહ, અભાવ અને સતત હાજરીની સરસ કવિતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: