રમેશ પારેખ : આપણી જુદાઈમાં Ramesh Parekh

આપણી જુદાઈમાં પણ એટલું સારું થયું

કે નિસાસાઓથી ઘરનું આંગણું ચોખ્ખું થયું.

તું ઘણાં ખાબોચિયાં ખભે લઈ ચાલ્યો, રમેશ

તોય હોનારતપણું નદીઓનું ના ઓછું થયું.

ઘા પડે, વકરે અને છેવટમાં થાતો ગૂમડું

આપણી આંખોને સાલું, એ રીતે સપનું થયું.

આપણી દરિયાવદિલી કોઈ ના સમજયું, રમેશ

ડોકટરો પણ ખિન્ન થઈ બોલ્યા : ‘હૃદય પહોળું થયું.’

પત્રમાં માંડેલ અક્ષર Penમાં પાછા વળે

Penનું પણ સાવ નિષ્ફળ હાથમાં હોવું થયું.

પોત સૌ સંબંધનું એવું હતું હલકું, રમેશ

કે પૂરો પોશાક સંકોચાઈને ઝબલું થયો.

– રમેશ પારેખ

કવિ રમેશ પારેખની રચના વિખ્યાત ગાયિકા નમ્રતા શોધનના કંઠનો જાદુ જુદો જ છે અને આ ગઝલને રજૂ કરતા ડો. દર્શના ઠક્કરના શબ્દો પણ સાંભળવા ગમે એવા છે.  

28.11.20

કાવ્ય : રમેશ પારેખ સ્વર : નમ્રતા શોધન

***

Sandhya Bhatt

13-04-2021

રમેશ પારેખના જન્મદિન પ્રસંગે સરસ પોસ્ટ મૂકી.રજનીકુમાર પંડ્યાએ તેમના જીવન વિશેની દુર્લભ વાતો કરી..સ્વરાંકન અને ગાયન તો ખૂબ જ સરસ…હિન્દી કવિ બચ્ચનજીના જન્મદિનની ઉજવણી કરી તે પણ ખૂબ ગમ્યું..અભિનંદન,લતાબહેન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: