વેણીભાઇ પુરોહિત ~ તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો .

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

પાંખોની પરખે પરબડી, આંખો જુએ પિયાવો
અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો
તારા રંગનગરનો રસિયો નાગર એકલો. 

વેણીભાઈ પુરોહિત

આજે જેમનો જન્મદિવસ છે અને એમનું આ ગીત અનહદ લોકપ્રિય થયું. ફિલ્મ ‘દીવાદાંડી’માં અજિત મર્ચન્ટના સંગીત સાથે દિલિપ ધોળકિયાનો સ્વર સાથે પ્રણયના મસ્ત મિજાજને વ્યક્ત કરતું આ ગીત યુવાન હૈયાનો અવાજ બની ગયું. સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા આ કવિએ કારાવાસ પણ વેઠયો અને ઉત્તમ કવિતા પણ કરી. લયના અનવરત વહેણ સાથે ઝૂમતા આ ગીતમાં આવતો શબ્દ ‘એકલો’ એક જબરું ખેંચાણ ઊભું કરે છે. સાંભળનાર કે વાંચનારના હૈયા પર જાદુ કરે છે. આ ‘એકલો’ શબ્દ એકલો આખા ગીતને ભાવક સાથે ચસોચસ બાંધી દે છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી કેમ કે એનાથી ગીત દરેકનું પોતાનું બની જાય છે. 

1.2.21

વેણીભાઇ પુરોહિત સંગીત : અજિત મર્ચન્ટ સ્વર : દિલિપ ધોળકિયા

Purushottam Mevada, ,Saaj

13-04-2021

વેણીભાઈનું ગીત આજે પણ મારી રુવાંટી ઊભી કરી દે છે, સ્વરાન્કન અને ગાયકી વાહ, વાહ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: