છાયા ત્રિવેદી ~ ચાલી નીકળો

તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો,
ખુદનો છાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો.

કિનારા તોડીને દરિયા ઊમટે સઘળા,
મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો.

લ્હેરાતાં ઊગશે ખેતર ત્યાં ઇન્દ્રધનુનાં,
સૂકી ભોંમાં સપનાં વાવી, ચાલી નીકળો.

પવન બનીને મોસમ પોતે પછી શોધશે,
ટહુકાઓ કંઠે છુપાવી, ચાલી નીકળો.

પોતીકાં આકાશને અઢળક વીધ્યેં રાખો,
વરસાદી યાદોને ચાખી, ચાલી નીકળો.

છાયા ત્રિવેદી

કવયિત્રી છાયા ત્રિવેદીની આ રચના મને વધુ ગમે છે. દરેક શેરની પાછળ જે મિજાજ છે, ખુમારી છે એ દાદ આપવી પડે એવી છે. જુદા જુદા કલ્પન દ્વારા વ્યક્ત થતી આ ખુમારી ગઝલને દમદાર અને જીવંત બનાવે છે. મનમાં સહેજ પણ નિરાશા હોય તો ખરી પડે….  

2.2.21

kusum kundaria

13-04-2021

વાહહહ..ખૂબ સુંદર કાવ્યો અને તેનો આસ્વાદ.

Purushottam Mevada, Saaj

13-04-2021

કવયિત્રી છાયા જીની કવિતા ગમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: