ઉમાશંકર જોશી ~ ગાંધીને પગલે Umashankar Joshi

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.
અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.
સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.
મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.
બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત ?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? 

ઉમાશંકર જોશી

આજે ત્રીસમી જાન્યુઆરી, ગાંધીનિર્વાણદિને કવિ ઉમાશંકર જોશીએ પૂછેલા આ સવાલનો જવાબ ન મળે તોયે ફરી ફરી આ શબ્દો આંખ સામે ફરતા રહે એ જરૂરી લાગે. 

30.1.21

અમુલ વ્યાસ 13-04-2021

અદભૂત અને ખૂબ જ સુંદર રચના ઓ ની રજુઆત. ખરેખર પૂજય ગાંધી બાપૂ ના સ્મરણ ને ઉજાગર કરી દીધા.
ખૂબ ધન્યવાદ???

Purushottam Mevada, ,Saaj 13-04-2021

વંદનિય ઉ.જો. ના પ્રશ્નને કોઈ જવાબ મળતો નથી.

1 Response

  1. ખુબ સરસ સાંપ્રત રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: