મધુમતી મહેતા ~ રમતા’તા ને * Madhumati Maheta

અઠ્ઠેગઠ્ઠે

રમતા’તા ને રામ મળી ગ્યા અઠ્ઠેગઠ્ઠે
માણસ પથરા જેમ તરી ગ્યા અઠ્ઠેગઠ્ઠે

આંખો સાત સમંદર લઈને આવી ત્યારે
સપનાં એક બે તોય ફળી ગ્યા અઠ્ઠેગઠ્ઠે

નુસ્ખાઓ અકસીર હતાં એ એળે ગ્યા ને
આફતનાં જડમૂળ હલી ગ્યા અઠ્ઠેગઠ્ઠે

ભડભાદર ભડવીર થઈ ગ્યા ભોંયની ભેગા
એદી અઘરા કામ કરી ગ્યા અઠ્ઠેગઠ્ઠે

ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે
તલપાપડને પ્રાસ જડી ગ્યા અઠ્ઠેગઠ્ઠે

દીવા વિના આ કોણ કરી ગ્યું અજવાળું
અંધારાના દિવસ ફરી ગ્યા અઠ્ઠેગઠ્ઠે

ધરમકરમના સાખી-ભજનો ગાતાં ગાતાં
મ્હેતા બે-ત્રણ શેર લખી ગ્યા અઠ્ઠેગઠ્ઠે.

~ મધુમતી મહેતા

વ્યવસાયે ડોક્ટર હોય અને સાથે સાથે કવિ/સાહિત્યકાર હોય એવા ઘણા નામોમાંનું આ એક. મજા પડી ગઈ… મને ગમે છે, એમની અનેક રચનાઓમાં હળવો હાસ્યનો સૂર, જેમાં કટાક્ષ પણ વણાયેલો હોય છે અને એ અઠ્ઠેગઠ્ઠે નથી આવતો, એ પૂરી બૌધિક બાબત છે અને અઠ્ઠેગઠ્ઠે કવિતા પણ રચી શકાતી નથી….

20.2.21

Purushottam Mevada Saaj

13-04-2021

ડો. મધુમતી મહેતા ની ગઝલ અઠ્ઠેગઠ્ઠે, અદ્ભુત છે.
કવિ ભાસ્કર ભટ્ટની કવિતા કન્યા વિદાયના ગીતોમાં શિરમોર લાગી.
“જૂનુ ઘર… ” અન્ય અનુવાદો ખૂબ જ ગમ્યા.

દર્શા કિકાણી

13-04-2021

બહુ મઝા આવી… અઠ્ઠે ગટ્ઠે!!

સૂરેશ જાની

13-04-2021

અઠ્ઠે ગઠ્ઠે
એમ.નીકળે એ જ દિલમાંથી નીકળેલ રચના..
સંઘેડાને અલવિદા

વારિજ લુહાર

13-04-2021

અઠ્ઠેગઠ્ઠે જેવા કાઠિયાવાડી એક જ શબ્દમાં ઘણાં બધાં અર્થો સમાવી લેતા લોકબોલીના શબ્દ ને
સહજતાથી રદ્દીફ માં પ્રયોજ્યો તે સરસ કહેવાય

જિત ચુડાસમા

13-04-2021

નિયમિત રીતે સાઇટ પર આવી શકતો નથી. પણ જ્યારે સાઇટ ખોલું છું ત્યારે નવી કવિતાઓ સાથેનો રસથાળ જોઈને, માણીને આનંદ થાય છે. મધુમતિબહેનની ગઝલ એકંદરે સારી. ગઝલમાં રહેલો કટાક્ષ ગમ્યો…

વારિજ લુહાર

13-04-2021

અઠ્ઠેગઠ્ઠે જેવા કાઠિયાવાડી એક જ શબ્દમાં ઘણાં બધાં અર્થો સમાવી લેતા લોકબોલીના શબ્દ ને
સહજતાથી રદ્દીફ માં પ્રયોજ્યો તે સરસ કહેવાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: