મરીઝ ~ મેં તજી * Mariz

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. – મરીઝ

ગુજરાતના ગાલિબ કહેવાતા લોકપ્રિય શાયર મરીઝસાહેબની રચના અને બેગમ અખ્તર જેવાં મશહૂર ગાયિકાનો કંઠ… સોનામાં સુગંધ….

આજે કવિના જન્મદિવસે સૌ કાવ્યરસિકોને અર્પણ…

22.2.21

કાવ્ય : મરીઝ ‘મેં તજી તારી તમન્ના’ સ્વર : બેગમ અખ્તર

***

Purushottam Mevada Saaj

13-04-2021

મરીઝની ગઝલ અને બેગમ અખ્તરની ગઝલ એક બીજા ને ઊંચાઈ આપે છે. સરળ શબદોની અભિવ્યક્તિ કરવામાં ગાયન ના સ્વરોને, સંગીત ને અમર કરી દીધું, અને કવિ અને ગાનાર પણ અમર થઈ ગયા. વાહ!

Vipul Acharya

13-04-2021

Mareez the great immortal poet.Kya baat hai.
Vipul Acharya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: