રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ કૈંકને દુર્લભ છે * Rajesh Vyas

આભાર માન

કૈંકને દુર્લભ છે શ્વાસો, ને મફત વહેતી હવા
શ્વાસ તારાથી સહજ લેવાય છે ? આભાર માન.  

કૈંકને મૃત્યુથી બદતર છે પરિસ્થિતી અહીં
ટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન.

કૈંકને દૃષ્ટિ નથી ન કૈંક જોતાં ધૂંધળું
આંખથી ચોખ્ખું તને દેખાય છે ? આભાર માન.

જ્ઞાનતંતુની બીમારી ને હૃદયની કોઈને
આ જગત સ્પર્શાય છે ? સમજાય છે ? આભાર માન.

કૈંક ઉબાઈ ગયા છે કૈંક પાગલ થઇ ગયા
જીવવાનું મન પળેપળ થાય છે ? આભાર માન.

એક સરખું હશે જો કૈં પણ તો કંટાળી જઈશ
વત્તુઓછું જો હૃદય હરખાય છે, આભાર માન.

જીભમાં લોચા નથી વળતા ન દદડે આંસુ
હોઠ આ ફફડે છે તો બોલાય છે ? આભાર માન.

વ્હેણ સૂકાયા નથી ને અવસરે શોભે હજી
આંસુઓ પણ પાંચમા પૂછાય છે, આભાર માન.

કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત
આજે આ આભારવશ થઈ જાય છે, આભાર માંન.

~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આ ગઝલ જાણે આજ માટે જ લખાઈ હોય એવું લાગે. કવિને એટલે જ આર્ષદૃષ્ટા કહ્યા છે ને !

સાથે નમ્રતાબહેને કેટલા ભાવથી ગાયું છે !

28.4.21

કાવ્ય : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * સ્વરાંકન અને સ્વર : નમ્રતા શોધન

***

દીપક વાલેરા

02-05-2021

ખૂબ સુંદર ગઝલ અને એથી સુંદર સ્વરાંકન બેઉ સર્જક ને અભિનંદન શુભેચ્છાઓ

Devika Dhruva

30-04-2021

વાહ અને આહ…

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

28-04-2021

‘મિસ્કીન’ ની ગઝલ જે મળ્યું છે તે પરખીને કિંમત કરીને, હાલની મળેલી ક્ષણને માણવાની વાત એમની આ ગઝલમાં સરસ રીતે કરી છે.

કાજલ સતાણી “મીરાં”

28-04-2021

આ ગઝલ માટે શ્રી રાજેશ સાહેબનો વંદનસહ આભાર માનુ છુ…તાદ્રશ્ય વર્ણન..કોરોનાકાળની વિહવળ દશામાં શ્વસાતા પ્રત્યેક શ્વાસ માટે ઈશ્વરનો આભાર માનવો જ રહ્યો…

VIPUL

28-04-2021

Befitting in present situation.
HOPE FOR GOOD TIME.

1 Response

  1. Harigiri Pargi says:

    અદભૂત રચના આભાર માન મિસ્કીન સાહેબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: