Tagged: Rajesh Vyas

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ તારું કશું ન હોય * Rajesh Vyas

આવ તું તારું કશું ન હોય તો છોડીને આવ તું,તારું જ બધું હોય તો છોડી બતાવ તું. અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું. પહેર્યું છે એ ય તું જ છે,...

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ કૈંકને દુર્લભ છે * Rajesh Vyas

આભાર માન કૈંકને દુર્લભ છે શ્વાસો, ને મફત વહેતી હવાશ્વાસ તારાથી સહજ લેવાય છે ? આભાર માન.   કૈંકને મૃત્યુથી બદતર છે પરિસ્થિતી અહીંટૂંકમાં બહેતર જીવન જીવાય છે, આભાર માન. કૈંકને દૃષ્ટિ નથી ન કૈંક જોતાં ધૂંધળુંઆંખથી ચોખ્ખું તને દેખાય છે...

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ ગમ્યું એ બધું * Rajesh Vyas

ગમ્યું એ બધું  ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે. આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે. સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,આયુષ આખું પળપળ થઈને ચાલ્યું આઘે....

રાજેશ વ્યાસ ~ સર્વ દીવાની * રમણીક અગ્રાવત * Rajesh Vyas * Ramnik Agrawat

મળે સર્વ દીવાની નીચેથી માત્ર અંધારાં મળે,કોઈ પણ હો આંખ આંસુ તો ફક્ત ખારાં મળે. ક્યાં રહે છે કોઈ એનાથી ફરક પડતો નથી,આ ધરા પર જીવનારા સર્વ વણજારા મળે. સાવ નિર્મોહી બની ના જાય તો એ થાય શું?કોઈને જ્યારે બધા...

યોગેશ જોષી ~ આંબાને * રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * Yogesh Joshi * Rajesh Vyas Miskeen

આંબાને પહેલવહેલકા મરવા ફૂટે તેમ મને સ્તનની કળીઓ ફૂટી ત્યારે મેં ડ્રોઇંગ-બુકમાં ચિત્ર દોરેલું નાની નાની ઘાટીલી બે ટેકરી અને વચ્ચે ઊગતો નારંગી સૂર્ય mastectomy ના ઓપરેશન પછી હવે એક જ ટેકરી એકલી અટૂલી શોધ્યા કરું છું, શોધ્યા જ કરું...