જગદીપ ઉપાધ્યાય ~ આંસુ * Jagdeep Upadhyay

શસ્ત્ર સમી બળકટતા આંસુ
લાવા રૂપ પ્રબળતા આંસુ.

સુખોથી ઉબાતા મનની
દૂર કરે નીરસતા આંસુ.

માણસ માતર જાણે પર્વત
ઝરણાની ચંચળતા આંસુ.

પાષાણી ચહેરા ભીતરની
ખૂલેલી પોકળતા આંસુ.

સરનામું ના એનું પૂછો !
ઊંડી એક અકળતા આંસુ.

ફૂલો કોમળતા ડાળીની
માણસની કોમળતા આંસુ.

આંસુ ઊર્મિનો તરજૂમો
અંતરની નિકટતા આંસુ.

 – જગદીપ ઉપાધ્યાય

કવિ આપણને હમણાં જ છોડીને ગયા…. આંસુની સોગાત દઈને…. આજે એમના જન્મદિને એમની યાદો…

24.7.21

***

છબીલભાઈ ત્રિવેદી

27-07-2021

આજનુ જગદિપ ઉપાધ્યાય સાહેબ નુ કાવ્ય ખુબજ સરસ આજે કવિ નો જન્મદિવસ છે અને તેની હાજરી નથી, હતો મારો જ પ્રસંગ ને મારી હાજરી નોતી કાવ્ય પંક્તિ યાદ આવી ગય આભાર લતાબેન

Sarla Sutaria

26-07-2021

દિવંગત કવિની સુંદર ગઝલ. આંસુને સરસ લાડ લડાવ્યા ??

Varij Luhar

24-07-2021

કવિશ્રી જગદીપ ઉપાધ્યાય ની દિવ્ય ચેતનાને વંદન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

24-07-2021

આંસુના વિવિધ અર્થભાવો રજૂ કરતી ગઝર, દિવંગત આત્મા ને શાંતિ બક્ષે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: