લોકગીત : આભમાં ઝીણી ઝબૂકે 

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે 

ઝીણા ઝરમર વરસે મેહ

ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….

ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે

ભીંજાય હાથીને બેસતાલ સૂબો

ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….

ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે

ભીંજાય મેડીની બેસતલ રાણી

ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….

તમને વહાલી તમારી ચાકરી રે 

અમને વહાલો તમારો જીવ

ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે ….

19.9.21

આભાર આપનો

21-09-2021

આભાર આપનો છબીલભાઈ, વારિજભાઈ…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

19-09-2021

લોકો દ્નારા સચવાયેલો અમુલ્ય વારસો અેટલે આપણા લોકગીતો આભાર લતાબેન

Varij Luhar

19-09-2021

વાહ.. ખૂબ સરસ ..અતિ લોકપ્રિય લોકગીત એ સમયે ભાવજગત કેટલું સમૃદ્ધ ગણાય..આજે તો ચાલુ વરસાદમાં ટિફિન લઈને નોકરી પર
નીકળીએ અને એ પણ અપડાઉન કરતા હોઈએ તો બહુ બહુ તો સંભાળીને જાજો એટલું કહે..જો કે એ પણ ઘણું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: