આશા પુરોહિત ~ દફતરનો બોજ * Aasha Purohit 

આટલો બધો દફતરનો બોજ ? ~ આશા પુરોહિત 

આટલો બધો દફતરનો બોજ ?
રમવાનું હોય નહીં, ફરવાનું હોય નહીં, ભણભણ કરવાનું રોજ ….
આટલો બધો દફતરનો બોજ ?

નાજુકશા વાંસા પર મણમણનો ભાર ઝીલી સપનાઓ સેવે પતંગના
પાંખોને કાપીને આપે આકાશ એવા કર્યા છે હાલ આ વિહંગના
મુક્તિનો શ્વાસ મળે એવી કોઈ શાળાની ક્યારે થવાની છે ખોજ ? …..
આટલો બધો દફતરનો બોજ ?

જાતજાતના વિષયોનું વિષ જાણે ઘોળીને બાળપણું છીનવી લીધું છે
કોચિંગ ક્લાસ ટ્યૂશનની બોલબાલા હાય એવું કોણે આ ભણતર દીધું છે ?
વેકેશન બેચ અને સન્ડે પણ ટેસ્ટ પછી કેમ કરી કરવાની મોજ ?
આટલો બધો દફતરનો બોજ ?

કમ્પ્યુટર મોબાઈલ ને ટીવીના ચસકામાં, ભૂલે છે રમતો એ કેટલી ?
હોમવર્ક ને પ્રોજેકટને વીકલી અસેસમેન્ટની, યાદી સમજાય નહીં એટલી
પોતાની ફરિયાદો પોતાના આંસુ લઈ ક્યાં જાશે બચ્ચાંની ફોજ ? …….
આટલો બધો દફતરનો બોજ ?

~ આશા પુરોહિત

આ વાત તો કોઈ સમજદાર વાલી તરફથી થઈ છે, પણ માનો કે આજે બાળદિન નિમિત્તે બાળકોને પૂછો તો એય કંઈક આવું જ કહે ને ?

14.11.21

આભાર આપનો

17-11-2021

વાત સાચી છે વિવેકભાઈ. આભાર ખરો જ.

વિવેક મનહર ટેલર

16-11-2021

સરસ પણ થોડું મુખર કાવ્ય. યાદ આવ્યું- http://vmtailor.com/archives/3785

આભાર આપનો

15-11-2021

આભાર સરલાબેન, છબીલભાઈ, વારિજભાઈ.

છબીલભાઈ ત્રિવેદી

15-11-2021

આજનુ આશા પુરોહિત મેડમ નુ કાવ્ય ખુબજ સમયોચિત હાલ મા શિક્ષણ અેટલુ ભાર વાળુ થઈ ગયુ છે કે બાળક નુ બાળપણ છીનવાઈ ગયુ છે ભગવાન બચાવે આવા શિક્ષણ થી આભાર લતાબેન

Sarla Sutaria

14-11-2021

બાળ કાવ્યમાં ખરેખર બાળકોની વ્યથા વ્યક્ત થઈ છે. આશાબેનનું ખૂબ સરસ કાવ્ય

Varij Luhar

14-11-2021

વાહ.. આજે બાલ દિવસ છે જેથી આશા પુરોહિત નું કાવ્ય
ખૂબ ખૂબ ગમ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: