કિરણ ‘રોશન’

જિંદગી કંઈ એટલી ખારી નથી! ~ કિરણ રોશન

જિંદગી કંઈ એટલી ખારી નથી!

ટેવ બસ ફરિયાદની સારી નથી

તે ચહ્યું એ ના મળ્યું તો શું થયું?

કોણે અહીં ઈચ્છા કદી મારી નથી!

એક જ ઘરમાં કેટલી ભીંતો ચણી!

સગપણોમાં ક્યાંય પણ બારી નથી

રક્તનું થીજી જવું પોસાય નહીં

આગ દિલની એટલે ઠારી નથી

હો કછોરું તોય રાખે હેતથી

મા એ મા છે કોઈ વેપારી નથી

આમ તો એ મારું જાણે બીંબ છે

જિંદગી આ મારી અણધારી નથી

શાંત સમજી મોરચા સંકેલ નહીં

થાકી છુ બસ, હું હજી હારી નથી – કિરણ ‘રોશન’

બધા શેર સારા પણ ત્રીજો, ચોથો અને છેલ્લો દમદાર.

29.11.21

આભાર આપનો

03-12-2021

આભાર છબીલભાઈ, સુરેશભાઇ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રો.

છબીલભાઈ ત્રિવેદી

30-11-2021

આજનુ કિરણબેનનુ કાવ્ય ખુબજ સરસ બધા શેર ખુબ ઉત્તમ છેલ્લો શેર ખરેખર ખુબજ ચોટદાર ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

સુરેશ’ ચંદ્ર ‘ રાવલ

29-11-2021

કિરણબેનની ખૂબ ચોટદાર ગઝલ ખૂબ ગમી, તેમાં પણ છોરું કછોરું થવાની વાત સરસ રીતે આવી છે…! છેલ્લા. શેરમાં કવિયત્રીની ખુદ્દારી પણ ગમી..
આખી ગઝલ ખૂબ ગમી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: