કરસનદાસ માણેક ~ જીવન અંજલી * Karsandas Manek

જીવન અંજલી થાજો ~ કરસનદાસ માણેક

જીવન અંજલી થાજો
મારું જીવન અંજલી થાજો,

ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો
દીન દુઃખિયાના આંસુ લ્હોતા, અંતર કદી ન ધરાજો.

સતની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો;
ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો.

વણથાક્યા ચરણો મારા, નિત તારી સમીપે ધાજો
હૈયાના પ્રત્યેક સ્પન્દને, તારું નામ રટાજો.

વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદીયે ઓલવાજો.

~ કરસનદાસ માણેક

ખૂબ જાણીતી અને લોકપ્રિય આ પ્રાર્થના.

28.11.21

*****

Varij Luhar

29-11-2021

મારું જીવન અંજલિ થાજો.. વાહ …અવિસ્મરણીય

સુરેશ ચંદ્ર રાવલ

29-11-2021

ભણવામાં આવતી આ પ્રાર્થના ત્યારે કંઠસ્થ હતી…જે ભાવ વિભોર કરી દેતી..આવી જૂની કવિતાઓ આપ લતાબેન…કાવ્યવિશ્વના પટલ પર મૂકો છો તેનો આનંદ છે…ફરી સ્કૂલનાં દિવસો યાદ આવી જાય છે.આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: